Published by : Rana Kajal
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અને તેમના પતિ આનંદ પીરામલ તેમના જોડિયા બાળકો સાથે આજે પ્રથમ વખત અમેરિકાથી ભારત પહોંચી ગયા છે. મહત્વનું છે કે, 19 નવેમ્બર 2022ના રોજ ઇશા અંબાણીએ પોતાના 2 જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. આ બાળકો એક મહિનાના થઇ ગયા છે તેથી ઈશા અંબાણી અને આનંદ પીરામલ તેમના જોડિયા બાળકો આદ્ય અને કૃષ્ણા સાથે મુંબઈ આવી પહોંચ્યા હતા.
ઈશા અને તેમના જુડવા બાળકોને કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા છે. આ ફ્લાઈટ કતારના લીડરે જ મોકલી હતી, જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ ત્યા પહોંચી હતી. જુડવા બાળકો પ્લેનમાં સેફ રહે તે માટે 8 ટ્રેન કરેલ નૈની યૂએસએથી મુંબઇ લાવવામાં આવી છે. આ બધા જ ઇશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે. અમેરિકાથી ચાર્ટર્ડ વિમાન દ્વારા પ્રથમવાર મુંબઈ આવી પહોચતા અંબાણી અને પિરામલ પરિવાર દ્વારા નવજાત શિશુઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. મુંબઈ હવાઈમથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેના ફોટોઝ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે અંબાણી પરિવાર આ પ્રસંગે 300 કિલો સોનું દાન કરશે. આ સિવાય આ બાળકો માટે દુનિયાની ફેમસ બ્રાન્ડ Dolce and Gabbana,Gucci, and Loro Piana જેવી બ્રાન્ડસના કપડા પહેરાવામાં આવશે. આટલુ જ નહી કારની સીટને પણ બાળકોના પ્રમાણે બીએમડબલ્યુએ મોડિફાઇ કરી છે.