Published by : Rana Kajal
હિંદુ સંસ્કૃતી માટે વેદો અત્યંત મહત્વના છે. ત્યારે હાલમાં ઈસરોના વડા એસ. સોમનાથે એવો દાવો કર્યો હતો કે પશ્ચિમી દેશો અને લોકોએ વિજ્ઞાનનો જે વિકાસ કર્યો છે. તેનો આધાર વેદ છે… ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, ઈસરોના વડા એસ. સોમનાથે ઉજ્જૈન ખાતે યોજાયેલ મહર્ષિ પાણીની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. જેમાં એસ. સોમનાથે વેદોના મહત્વને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બીજગણિત, વર્ગમૂળ, સમયના સિદ્ધાંતો, આર્કિટેકટચર, ધાતુશાસ્ત્ર, અને અંતરિક્ષ વિજ્ઞાનના મહત્વના સિદ્ધાંતોનો તમામ ઉલ્લેખ વેદમાં કરવામાં આવ્યો છે