Published by : Vanshika Gor
સુદાનમાં ઘરેલું યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં ત્યાંના નાગરિકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી કરશે. આ દરમિયાન દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ચર્ચા થશે.
ભારત ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને સમગ્ર મામલામાં ચાંપતી નજર રાખી રહ્યું છે અને વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા, બ્રિટન, યુએઈ અને સાઉદી અરેબિયા સાથે વાત કરીને સંકલન શરૂ કર્યું છે. તોપમારો અને હવાઈ હુમલાઓએ રાજધાની ખાર્તુમ અને નાઈલ શહેર ઓમદુરમનને હચમચાવી નાખ્યું છે. દેશમાં કોઈ અજાણ્યા સ્થળે 31 ભારતીયો ફસાયેલા હોવાના અહેવાલો પણ છે.અત્યાર સુધીમાં WHOએ દેશમાં 270 લોકોના મોતની જાણ કરી, જ્યારે 2,600 થી વધુ ઘાયલ થયા.