ગુજરાતીઓના અતિપ્રિય ઉત્સવ ઉત્તરાયણનુ આગમન થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પૂર્વે ઘણાં પતંગ રસીયાઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં હોય છે. આ સાથે કેટલાક વેપારીઓ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે.ઉત્તરાયણ પર્વને લઇ ચાઇનીઝ સહિતની પતંગની દોરીઓના કારણે ગળા કપાવવાની ઘટના સામે આવી રહી છે.
તો આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કહ્યુ હતુ કે – ચૂંટણીમાં પ્રચાર કરો છો તેમ ચાઈનીઝ દોરીના દૂરુપયોગનો કરો. હાઈકોર્ટે ગુજરાત સરકારે ફાઇલ કરેલી એફિડેવીટ અંગે અસંતોષ વ્યકત કર્યો હ્તો. અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરો છો, તે રીતે જ ચાઈનીઝ દોરીના દૂરુપયોગ અંગેનો પ્રચાર કરો તેમ કહ્યુ હતુ એટલું જ નહીં, જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવામાં આવે તેવું સૂચન પણ કર્યું છે. દરેક ચેનલના CEO સાથે વાત કરીને તેમના પ્રાઈમ ટાઇમ આ લોકજાગૃતિ આવે તેવા પ્રયન્ત કરવામાં આવે. ફરજિયાત ચાઈનીઝ દોરી નાયલોન દોરી અને કાચનો ઉપયોગ અટકાવો,જેમ ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય તેમ આના માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને લોકોમાં જાગ્રુતિ લાવો.