Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratઉત્તરાયણ પહેલા જ કાતિલ દોરીનો કહેર શરૂ...

ઉત્તરાયણ પહેલા જ કાતિલ દોરીનો કહેર શરૂ…

Published by : Rana Kaja

ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની તથા પતંગ પકડવાની મજામાં ઘણીવાર અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે. જેમાં ઘણી ઈજાઓ કે અકસ્માત જીવલેણ બની જાય છે અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે. ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની અનેક ઘટના સામે આવી છે.

સુરત

ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં પતંગની દોરીના કારણે એક વાહનચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા એડવોકેટને પતંગની દોરીના લીધે અકસ્મતા નડ્યો છે. પતંગની દોરી તેમના ગળમાં આવી જતાં અકસ્માત સર્જાયો છે. જેમાં દોરીથી તેમનું ગળું કપાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહેસાણા

આવી જ એક ઘટના મહેસાણામાં જ પણ સામે આવી છે. મહેસાણાના ઉંઝામાં એક્ટિવા પર જઈ રહેલા યુવાનને ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગળમાં દોરી આવી જતાં યુવાનને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનને ગળાના ભાગે 40 જેટલા ટાંકા આવ્યા હતા. જોકે, સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો છે. ઉતરાયણને હજુ એક મહિનાની વાર છે તે પહેલા ચાઈનીઝ દોરી વેચવાનો વેપલો તેજ બન્યો છે.

અમદાવાદ

ઉત્તરાયણ નજીક આવતાં જ ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં પતંગ ચગાવતું બાળક પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. આ ઘટના સાબરમતીના ડી કેબિનના સમર્થ્ય સ્ટેટ્સની છે. જ્યાં 8 વર્ષના બાળકનું પાણીની ટાંકી પરથી પતંગ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન જ તે પાણીની ટાંકી પરથી પટકાયો હતો. બાળકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ પહેલા આઠ વર્ષના મિતાંશુંનું મોત થયું હતું. ઘટનાને પગલે સાબરમતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. નોંધનીય છે કે, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે માતા-પિતાએ તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!