Published by : Rana Kajal
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને અડીને આવેલા દેશો છે, પરંતુ આ બંને દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. આ કારણથી ઉત્તર કોરિયામાં પણ ખાસ કરીને દક્ષિણ કોરિયાને લઈને ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
ઉત્તર કોરિયામાં બે સગીર યુવાનોને મોતની સજા મળી છે. આ યુવાનોનો ગુનો માત્ર એટલો હતો કે યુવાનોએ દક્ષિણ કોરિયાની એક ફિલ્મ જોઇ હતી. અને, આ ફિલ્મને તેના મિત્રોને શેર પણ કરી હતી. ત્યારે આ યુવાનોની આ ભૂલ બદલ બંને વિદ્યાર્થીઓને ભીડની સામે ગોળી મારીને મોતની સજા આપવામાં આવી છે. નોંધનીય છેકે યુવાનોની આ ગુના બદલ ઓક્ટોબર મહિનામાં ધરપકડ કરાઇ હતી.