Published By:-Bhavika Sasiya
- કિમજોંગ એક વર્ષમાં 2.47 અબજનો દારૂ પીવે છે.
- ઉત્તર કોરિયાના લોકોને બે ટંક ખાવાના પણ સાંસા છે તેમ છતાં સુપ્રીમો ઐયાશી ભરેલું જીવન જીવે છે…

ઉત્તર કોરિયામાં લોકો પાસે ખાવા માટે ભોજન નથી, એવા સમયે દેશના સર્વોચ્ચ લીડર કિમ જોંગ ઉન ઐયાશી ભરેલ જીવન જીવી રહ્યા છે . મોંઘો દારૂ, સ્પેશિયલ સિગારેટ અને વિદેશથી આયાત કરાયેલ માંસ તેમની જીવનશૈલીનો ભાગ છે. યુકેના સંરક્ષણ નિષ્ણાતે જણાવ્યું હતું કે કિમ જોંગ ઉન એક “વિશાળ પીનાર” છે જે બ્લેક લેબલ સ્કોચ વ્હિસ્કી અને હેનેસી બ્રાન્ડી પીવાનું પસંદ કરે છે, જેની એક બોટલની કિંમત $7,000 સુધી હોઇ શકે છે.ચીન જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ દ્વારા થોડા વર્ષો પહેલા જાહેર કરવામાં આવેલા વેપાર ડેટા અનુસાર, કિમ જોંગ ઉન ઉત્તર કોરિયામાં ઉચ્ચ ગુણવત્તાની આલ્કોહોલની આયાત કરવા માટે દર વર્ષે $30 મિલિયનનો ખર્ચ કરે છે. શરાબ સિવાય કિમને સ્વાદિષ્ટ ભોજનનો પણ ખૂબ શોખ છે. તે ઇટાલીના પરમા પ્રદેશની વાનગી પરમા હેમ અને સ્વિસ એમેન્ટલ ચીઝનો સ્વાદ લે છે. કિમના ભૂતપૂર્વ રસોઇયાએ મીડિયાને જણાવ્યું હતું કે કિમ જોંગ ઉન અને તેના પિતા ઘણીવાર કોબે સ્ટીક, વિશ્વના સૌથી મોંઘા અને માંનવામાં આવતા બીફ અને ક્રિસ્ટલ શેમ્પેન પર સાથે જમતા હતા.તેને જંક ફૂડ પણ ખૂબ પસંદ છે. કિમ યવેસ સેન્ટ લોરેન્ટ બ્લેક સિગારેટ પીતા હોવાનું કહેવાય છે જે સોનાના વરખમાં લપેટી પીવામાં આવે છે.