Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAdministrationઉત્તર ગુજરાતની રેલ્વે કનેક્ટિવિટી વધશે…

ઉત્તર ગુજરાતની રેલ્વે કનેક્ટિવિટી વધશે…

Published By: Parul Patel

  • હિંમતનગર થી દિલ્હી અને મુંબઈ ની ટ્રેન શરૂ થશે…

આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોની રેલ્વે કનેક્ટિવિટી વધશે. હિંમતનગર જેવા મહત્વના નગરો ખાતેથી મુંબઈ અને દિલ્હીની ટ્રેન સુવિધા પ્રાપ્ત થશે.


ઉત્તર ગુજરાતના હિમતનગરથી મુંબઈ અને દિલ્હી જવા માટે પણ અગામી દિવસમાં ટ્રેન શરુ થશે હિમતનગર રેલ્વે સ્ટેશન પર મધ્ય પ્રદેશથી થી શરૂ થયેલ ઇન્દોર-અસારવા ટ્રેનને હિંમતનગર સ્ટેશનથી પ્રસ્થાન પ્રસંગે અરવલ્લીના સાંસદે જણાવ્યુ હતુ જેને લઈને હિમતનગરથી ટ્રેનમાં રાજસ્થાન, એમપી બાદ દિલ્હી અને મહારાષ્ટ્ર પણ જવામાં સરળતા રહેશે.

ઇલેક્ટ્રિક લાઈનનું પણ કામકાજ પણ અગામી દિવસોમાં શરુ થશે અને ઝડપી પૂર્ણ થઇ જશે.

રેલ્વે વિભાગ ધ્વારા રાજસ્થાન અને એમપી થી જોડતી નવી ત્રણ ટ્રેનને મંજુરી આપ્યા બાદ લીલી ઝંડી આપી પ્રસ્થાન ઉદેપુર થી જયપુર, કોટા, અને ઇન્દોર થી અસારવા માટે કરાવાયુ હતું. ત્યારે હિમતનગર રેલ્વે સ્ટેશનેથી સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે ઇન્દોર-અસારવા નવી ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને હિમતનગર થી અસારવા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ ઉપરાંત હિમતનગર રેલ્વે સ્ટેશન પર કોટા-અસારવા,જયપુર-અસારવા અને ત્યારબાદ ઇન્દોર-અસારવા ટ્રેન આવી પહોચી હતી.સાંસદ સાથે ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હિમતનગરનું રેલ્વે સ્ટેશન રાજસ્થાનમાં ઉદેપુર સુધી જોડાયેલું હતું હવે ત્રણ નવી ટ્રેન શરુ થતા જયપુર, કોટા અને એમપીના ઇન્દોર અને ઉજ્જૈન સુધી જોડાયું છે. તો અગામી દિવસોમાં દિલ્હી અને મુંબઈ પણ જોડાણ થશે અને નવી ટ્રેનો હજી પણ શરુ થશે તો અમદાવદથી ઉદેપુર રેલ્વેને ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી માટેનું ટેન્ડર પણ ખુલશે અને એક સાથે ત્રણ ચરણમાં કામ શરુ થશે જે ઝડપી પુરું થયે નવી ઇલેક્ટ્રિક ટ્રેનો વધુ શરુ થશે. તેથી હવે હિમતનગરનું રેલ્વે સ્ટેશન અગામી દિવસોમાં અમૃત યોજનામાં નવું બનશે જેમાં અધ્યતન સગવડો ઉભી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security