Published by : Anu Shukla
ઉત્તર પ્રદેશમા થયેલ રાજુ હત્યાકાંડની બાબતો હજી ગુંજી રહી છે. બીજી તરફ યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચેનુ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે તેવામા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા બાદ રાજુ પાલની ધારાસભ્ય પત્ની પૂજા પાલે ઘણી ચોંકાવનારી વાતો કહી છે. તેના અને ઉમેશના સંબંધોમાં ખટાશની સાથે તેણે ઉમેશ અને અતીકના ગોરખધંધાઓ સાથે ગાઢ રીતે જોડાયેલી વાતો કહી છે. કહ્યું કે ઉમેશ પાલ હવે નથી તેથી તેનો નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી, પરંતુ મારો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ઉમેશની મા દરેક ક્ષણને જાણતી હતી. જો તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે તો પણ ખબર પડશે કે કોણ અતીક અહેમદને મળ્યું હતું અને કોણ નહી.
પૂજા પાલે એમ પણ કહ્યું કે રાજુ પાલ હત્યા કેસ CBI સ્પેશિયલ કોર્ટ લખનૌમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવી હતી અને 2016માં આદેશ આપવામાં આવ્યો હતો. 2019માં વિચાર-વિમર્શ પૂર્ણ થયા બાદ મામલો CBI સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. તેમાં નિવેદનો લેવામાં આવ્યા છે. ઊલટતપાસ પણ થઈ ગઈ છે. હવે સાક્ષીઓ રૂખસાના, સાદિક, ઓમ પ્રકાશ પાલના નિવેદન લેવાશે. ઉમેશ પાલ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ સાક્ષી હતો. તેણે પ્રયાગરાજમાં તેના અપહરણનો કેસ નોંધાવ્યો હતો, જેનો તે બચાવ કરી રહ્યો હતો.
હવે સુરક્ષા આપવાના મામલે પૂજા પાલે કહ્યું, “ભાજપ નેતા સિદ્ધાર્થ નાથ સિંહને ખબર નથી કે હું રાજુ પાલ હત્યા કેસમાં વાદી છુ. સિદ્ધાર્થએ હત્યા કેસની અરજી વાંચવી જોઈએ. મને અને મારા સાક્ષીઓને સુરક્ષાની જરૂર છે. “.મને પણ ડર લાગે છે તેથી હું સુરક્ષાની માંગ કરવા મુખ્યમંત્રીને મળવા લખનૌ જઈ રહી છું. મારી માંગ છે કે જે રીતે હું અતીક અહેમદ સામે ચૂંટણી લડી હતી, હવે મને પણ સુરક્ષાની જરૂર છે.
જો મારી હત્યા થઈ જશે તો રાજુ પાલ હત્યા કેસની સુનાવણી બંધ થઈ જશે.” પૂજા પાલે એમ પણ કહ્યું કે”જ્યારે મેં 2016માં રાજુ પાલ હત્યા કેસમાં CBI તપાસ કરાવી ત્યારે ઉમેશ સમાજના ઘણા નેતાઓને લાવ્યો હતો અને હાથ જોડીને જણાવ્યુ હતું કે હવે સહકાર આપો અને અમે જુબાની આપીશું. ત્યારે મેં કહ્યું હતું કે જો તમે આવ્યા છો તો નિરાશ નહી થાઓ.” જો તમે પ્રામાણિકપણે લડવા માંગતા હો, તો તમને સમર્થન છે. હુ જનતા દરબારમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી.