ઉત્તર પ્રદેશના પીલીભીતમાં યુવકના પોતાના મોતનો વિડિયો વાયરલ થયો છે. રસ્તો ક્રોસ કરતી વખતે મોબાઇલ પર વાત કરવું જોખમી સાબીત થયું..પીલીભીત માં ઍક યુવાનનો પોતાના મોતનો જ વિડિયો વાયરલ થયો હતો યુવાન મોબાઈલ વાપરતા સાથે સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો તેવામાં ગાડીએ ટક્કર મારી તો યુવાન પાંચ ફૂટ દૂર ઉછળીને પડ્યો હતો તેથી યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. કહેવામાં આવે છે કે, યુવક તેના સંબંધીના ઘરેથી પરત આવી રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પીલીભીતના બિસલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે આ કરુણ ધટના સર્જાઈ હતી.. ઈરશાદ નામનો યુવાન પરિવારજન સાથે પોતાની બહેનના ઘરેથી પરત આવી રહ્યો હતો. તે સિતારા ધર્મ કાંટા પાસેથી મોબાઈલ પર વાતો કરતો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તેવામાં શાહજહાંપુર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે તેને કચડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઈરશાદનું 17 સેકન્ડમાં જ મૃત્યુ થયું હતું. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે , ઈરશાદ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. તે ગાડીઓને કલર લગાડવાનું કામ કરતો હતો. તેની ઉંમર 23 વર્ષની હતી.