ઉત્તર પ્રદેશમા પૂર અને વરસાદથી ભારે તબાહી થઈ રહી છે અત્યાર સુધીમાં 34 લોકોના મોત નીપજ્યા છે જયારે 45 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તા 9 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 34 લોકોના મોત થયા હતા. અનેક વિસ્તારોમાં પૂરનો ભય ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સ્થિતિને જોતા સરકારે લખનૌ સહિત 45 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરના કારણે ભારે હાલાકી સર્જાઈ છે સ્થિતિને જોતા સરકારે લખનૌ સહિત 45 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, હાપુડ, અમરોહા, મુરાદાબાદ, રામપુર, બરેલી અને આસપાસના વિસ્તારોમાં ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. સોમવારે પણ આ તમામ વિસ્તારોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કરાયુ છે. સ્થિતિને જોતા ડીએમએ રાજધાની લખનૌ સહિત તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં 10 અને 11 ઓક્ટોબરે શાળાઓ બંધ રાખવાના હુકમો કર્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના લખનૌ, મેરઠ, ગાઝિયાબાદ, નોઈડા, અલીગઢ, હાથરસ, મથુરા, કાશી રામનગર સહિત 40 થી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ પૈકીના અનેક જિલ્લાઓમાં તા 10ઓક્ટોબરની સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરેલ છે
હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને સરકારે રાજ્યની તમામ હોસ્પિટલોને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. મેડિકલ એજ્યુકેશન અને હેલ્થ મિનિસ્ટર બ્રજેશ પાઠકે પણ મોડી રાત્રે આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે પરિસ્થિતિને જોતા, તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સાથે સંબંધિત તમામ અધિકારીઓ, મેડિકલ કોલેજો, સંસ્થાઓ, હોસ્પિટલો, સીએમઓ, ડોકટરો અને તમામ સંબંધિત સ્ટાફ ઇમરજન્સી સેવા માટે તૈયાર રહેશે.




