Published by : Vanshika Gor
- મા-દીકરી જીવતા બળી ગયા મા-દીકરી બૂમો પાડતા રહ્યા પોલીસે JCBથી ઝૂંપડી તોડી પાડી, દીકરાએ કહ્યું- SDM કહી રહ્યા હતા કે કોઈ બચશે નહી 40 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ.
ઉત્તર પ્રદેશમાં અત્યંત કરુણ બનાવ બન્યો હતો જેમા દબાણ દૂર કરવા ગયેલા અમલદારો દ્વારા ઝૂપડા હટાવવામાં આવતા હતા તેવામા અચાનક આગ લાગતા ઝૂપડામાં રહેતા માતા અને દીકરી જીવતા સળગી ગયા હતા.આ બનાવના પગલે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી…
કાનપુર દેહાતમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન માતા-પુત્રીને જીવતી સળગાવી દેવામાં આવી હતી પોલીસ-વહીવટી કર્મચારીઓ સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબ્જો હટાવવા ગયા હતા. આ દરમિયાન એક મહિલા બૂમો પાડતી ઝૂંપડીમાં દોડી ગઈ. તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. પોલીસ પણ દોડતી ત્યાં પહોંચી ગઈ અને દરવાજો તોડી નાખ્યો. આ દરમિયાન ઝૂંપડામાં આગ લાગી જાય છે. મહિલા અને તેની દીકરી અંદર હતા. પોલીસ ફોર્સ અને અધિકારીઓની સામે બંને જીવતા બળીને મૃત્યુ પામ્યાં. તે જ સમયે બંનેને બચાવવામાં પતિ કૃષ્ણ ગોપાલ ખરાબ રીતે દાઝી ગયા હતા.સોમવારે સાંજે બનેલી આ દુર્ઘટનાના પોલીસ આગ ઓલવવા માટે બુલ્ડોઝર મંગાવા છે અને બળતા ઝૂંપડાને તોડી પાડે છે.તે આગને જોઈને કહે રહીને બોલી રહ્યો છે કે હાય દૈયા…દેખો મેરી મમ્મી જલ રહી હૈ…! વે સબ ગાડી છોડકર ચલે ગએ હૈ….!આગ લાગ્યા પછી વહીવટી કર્મચારીઓએ બુલ્ડોઝરથી ઝૂંપડીને નીચે પાડી દીધી સ્થાનિક લોકોનો આક્રોશ જોઈ ઓફિસરોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો.

મૈથા તહસીલના મડૌલી ગામમાં પ્રમિલા દીક્ષિત(41) અને દીકરી નેહા (21)નું મૃત્યુ પછી ગ્રામના લોકો ગુસ્સે થઈ ગયા. ગામના લોકોએ પોલીસ-વહીવટી ઓફિસરોને દોડાવ્યા. ઓફિસરોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. મોડીરાત સુધી વિવાદ ચાલતો રહ્યો. પરિજનની ફરિયાદ અંગે એસડીએમ મૈથા જ્ઞાનેશ્વર પ્રસાદ, રૂરા એસએચઓ દિનેશ ગૌતમ, લેખપાલ અશોક સિંહ સહિત 40 લોકો વિરૂદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. કાનપુર કમિશ્નર રાજ શેખર, ડીએમ નેહા જૈન, ADG આલોક કુમાર સહિત અન્ય ઓફિસરો ઘટના સ્થળે મોડી રાત સુધી રહ્યાં. રાજ્યમંત્રી પ્રતિભા શુક્લા પણ પહોંચ્યાં. પરિજનો સાથે વાત કરી. પછી રાતે 1 વાગે મા-દીકરીના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં