Home News Update My Gujarat ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ ગુજરાતના અમદાવાદમાં જાહેરમાં હત્યા…

ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ ગુજરાતના અમદાવાદમાં જાહેરમાં હત્યા…

0

Published by : Rana Kajal

ગુજરાત રાજયમાં પણ ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ જાહેરમા હત્યાના બનાવો બની રહ્યા છે. અમદાવાદના ભરચક એવા કાલુપુરમાં ઍક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો.અમદાવાદના કાલુપુર વિસ્તારમાં યુવક ઉપર તલવારથી હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં એક યુવકને ઉપરાછાપરી તલવારના ઘા મરાતા તેનુ મોત નીપજ્યું હતું. આ તમામ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે,

હત્યાના આ બનાવમા મોહમ્મદફેઝાન નાસીરહુસૈન અત્તરવાલા (મોમીન) (ઉં.વ. 23) (રહે.મ.નં.3, સૈયદાબાઈની ચાલી, સૈયદવાડી, વટવા)એ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અને તેનો ભાઈ કાસીમહુસૈન નાસીરહુસૈન અત્તરવાલા તથા મારાં માસીનો દીકરો સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીન સાથે નાની બાનોબીબીને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી ત્રણેય જણા રિક્ષા લઇને અમારા ઘરેથી હોસ્પિટલ ખાતે જતાં હતા.દરમિયાન રીક્ષા સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચી હતી.. એ વખતે રિક્ષાની પાછળ એક રિક્ષામાં સાદીકહુસૈન ઉર્ફે દાદા જહીરહુસૈન મોમીન તથા રફીકહુસૈન જહીરહુસૈન મોમીન તથા લિયાકતહુસૈન જહીરહુસૈન મોમીન તથા નાસીરહુસૈન અલ્તાફહુસૈન મોમીન બેઠેલા હતા અને સાદીકહુસૈનના હાથમાં તલવાર હતી. રિક્ષાના પાછળના ભાગે નાસીરહુસૈન તથા રફીકહુસૈન બેઠેલા હતા, જેમાં નાસીરહુસૈનના હાથમાં તલવાર હતી.રિક્ષા ઉપર તલવાર વડે હુમલો કરતા તમામ ગભરાઈ ગયા હતા.

ફરિયાદી તેની રિક્ષા સિંધી માર્કેટથી પાંચકૂવા દરવાજા તરફ ભગાડતા અન્ય રિક્ષામાં બેઠેલા સાદીકહુસૈન તથા નાસીરહુસૈને રિક્ષા ઉપર તલવાર વડે હુમલો કરતા તમામ ગભરાઈ ગયા હતા અને ફરિયાદી પાંચકૂવા દરવાજા ખાતે પહોંચ્યા હતા. આ સાદીકહુસૈને ફરીથી પોતાની પાસે રહેલી તલવાર વડે ફરિયાદી ઉપર હુમલો કરતાં તેમને પીઠના ભાગે સામાન્ય ઘસરકો પડ્યો હતો, જેથી મેં રિક્ષાને પૂરઝડપે જવા દીધી, પરંતુ ત્યાં ટ્રાફિક હોવાથી અમે ત્રણેય જણા રિક્ષામાંથી સુપર તવા પાસે ઊતરી ગયા અને ત્યાંથી આગળ ભાગવા લાગ્યા હતા.

એ વખતે સાદિકહુસૈન પોતાના હાથમાં તલવાર તથા લિયાકતહુસૈને પોતાના એક હાથમાં ચપ્પુ તથા બીજા હાથમાં લોખંડનો સળિયો લઇને ફરિયાદી પાછળ અમને મારવા માટે દોડી આવ્યા હતા. કાસીમહુસૈન ભાગતો હતો એ વખતે તેને પાછળથી સાદિકહુસૈને તલવાર વડે તેના સાથળના ભાગે તથા પીઠ ઉપર હુમલો કર્યો હતો. તેમ છતાં તે ભાગતો રહ્યો અને અમે ત્રણેય ભાગતાં ભાગતાં કડિયાકુઇ તરફ જતાં આશરે ત્રણેક વાગ્યાના સુમારે પાંચકૂવા પાસે સાબાનહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીન પડી ગઇ અને હું તથા કાસીમહુસૈન ભાગતાં ભાગતાં આગળ જતા રહ્યા અને પાછા વળીને જોતા મીરઘાવાડ પાસે આ સાદીકહુસૈન તથા લિયાકતહુસૈને ભેગા મળીને તેમની પાસે રહેલી તલવાર તથા ચપ્પુ, સળિયા વડે સબાનાહુસૈન ઉર્ફે સાબાનઅલી અબ્બાસહુસૈન મોમીનને શરીરના જુદા જુદા ભાગે ઘા મારતા હતા. અને તેની હત્યા કરી હતી. હત્યાના બનાવના સમયે લોકો જોતા રહયા હતા.આ બનાવની તપાસ પોલીસ કરી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version