જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં 8 કલાકના સમય ગાળામાં બે વિસ્ફોટ થતા ભયનું વાતવરણ ફેલાઇ ગયું હતુ. બે બોમ્બ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ થઈ નહોતી. પરંતુ બે વ્યક્તિઓને ઇજા પહોચી હતી. એમ મનાઇ રહ્યું છે કે આ બોમ્બ વિસ્ફોટ ભય ફેલાવવાના આશયથી કરવામાં આવ્યા હતા. ઉધમપુર જમ્મુ કાશ્મીર વિસ્તારમાં પહેલો બોમ્બ વિસ્ફોટ ગત રાત્રીના 10.45 કલાકે થયો હતો. આ બોમ્બ ધડાકો ઉધમપુરના દોમેલી ચોક પાસે ઉભેલી ઉધમપુરથી રામનગર તરફ જતી બસમાં થયો હતો. બોમ્બ ધડાકાના સમયે બસમાં કોઇ મુસાફર ન હતુ પરંતુ બોમ્બ વિસ્ફોટના પગલે બસને ખુબ નુક્સાન થયુ હતુ સાથેજ આજુબાજુ ઉભેલી બસોને પણ નુકસાન થયુ હતુ. જયારે બીજો બોમ્બ વિસ્ફોટ આજે તા ૨૯ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 5.42 કલાકે થયો હતો. બીજો બોમ્બ વિસ્ફોટ ઉધમપુરના જૂના બસ સ્ટેન્ડ પાસે ઉભી રહેલ બસમાં થયો હતો. આમ બન્ને બોમ્બ વિસ્ફોટ બસમાં થયા હતા પોલિસ તંત્ર દ્વારા તપાસની શરુઆત કરવામાં આવી છે એમ મનાઇ રહ્યું છે કે બોમ્બ વિસ્ફોટના બનાવોમાં દેશદ્રોહી તત્વોનો હાથ છે.
ઉધમપુર વિસ્તારમાં બે કલાકના સમયગાળામાં બે બોમ્બ વિસ્ફોટ…
RELATED ARTICLES