Published By : Disha PJB
ગરમીમાં ત્વચા ઓઈલી થઇ જાય છે. એવામાં જો ચહેરો સારી રીતે સાફ રાખવામાં ન આવે તો ખીલની સમસ્યા ઉદભવે છે.
ચહેરો ધોયા પછી ત્વચાના પ્રકારને અનુરૂપ મોઇશ્વરાઇઝર કે ટોનર લગાવવાનું અવશ્ય યાદ રાખો. એવું નથી કે ખીલ માત્ર યુવાનીમાં જ થાય. ગમે તે ઉંમરે ખીલની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમારી ત્વચા તૈલીય હશે તો ખીલ થવાની સમસ્યા વધારે પરેશાન કરશે.
ચહેરાને સાફ રાખવા માટે ચણાના લોટમાં કાકડીનો રસ ભેળવીને પેસ્ટ બનાવી તેનાથી ચહેરો ધૂઓ. તમે ઇચ્છો તો આનો ઉપયોગ તમે ફેસપેક તરીકે પણ કરી શકો છો.
ગુલાબજળમાં કપૂર ભેળવીને તેને એક બોટલમાં ભરી તેને ફ્રીજમાં મૂકી રાખો. જ્યારે વધારે પડતા ખીલ થયા હોય ત્યારે રૂના પૂમડાને આ મિશ્રણવાળું કરી તેને આખા ચહેરા પર લગાવો અને સૂકાવા દો. આનાથી ધીરે ધીરે ખીલ ઓછા થઇ જશે.
ગરમ પાણીમાં હળદર નાખી સ્ટીમ લેવાથી રોમછિદ્રો ખુલી જશે અને તેમાં જમા થયેલો મેલ નીકળી જશે. આમ કરવાથી ચહેરાની ત્વચા સાફ થઇ જવાને લીધે ખીલ પણ વધારે નહીં થાય.
મુલતાની માટીમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. આ ઉપરાંત, મુલતાની માટીમાં દહીં ભેળવીને ફેસપેક તરીકે લગાવવાથી ચહેરા પરની ચીકાશ ઓછી થશે.
તુલસી અને લીમડાનાં પાનની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ખીલ વધારે નહીં થાય.
સુખડના પાઉડરમાં પાણી ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાને ઠંડક મળવાની સાથે ત્વચા પણ ચમકદાર બનશે.