Published by : Rana Kajal
ગુજરાતમાં હાલ જ્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેમજ શરદી ખાસી અને તાવના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ઉનાળાની શરુઆત થતા જ શરદી ખાસી અને તાવના દર્દીઓ ઘટવાની શરુઆત થઈ જશે તેમ જણાવાઈ રહ્યું છે..
આ બાબતે વિસ્તૃતમાં જોતા હાલમાં ગુજરાતમા કોરોનાના કેસો વધી રહ્યા હોવાનું જણાયું છે . તે અંગે આરોગ્ય તંત્રના નિષ્ણાતો એમ જણાવી રહ્યા છે કે વાતાવરણમા થતા ફેરફારના કારણે પણ કોરોનાના દર્દીઓ વધી શકે છે. H3N2 વેરિયેન્ટ ઈનફ્લુએન્ઝા (એ) સબ ટાઇપ વેરીયેન્ટ છે. જ્યારે એકસ. બી. બી.1.16 વેરીએન્ટ એમિક્રોનનો વેરીએન્ટ છે. એમ કહેવાઈ રહ્યું છે કે વાતવરણમાં ગરમીનો વધારો થતાં H3N2 વેરીએન્ટની અસર ઘટી જશે જેથી શરદી, ખાંસી અને તાવ થી પીડાતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે. જૉકે કોરોના અંગે હાલની પરિસ્થિતિમા કઈ કહી શકાય નહીં…