Published by : Disha Trivedi
બાળકો અને નોકરિયાત વર્ગને વર્ષમાં બે વાર વેકેશન મળતું હોય છે. ઉનાળુ વેકેશન અને દિવાળીનું વેકેશન. બેવ વેકેશનમાં મોટે ભાગના લોકો ઘરથી અને રોજિંદી જીવનશૈલીથી દૂર ફરવા માટે નીકળતા હોય છે.
દિવાળી વેકેશનમાં ઓછા સમયમાં અને ઠંડીની ઋતુમાં આસપાસના ફરવાલાયક સ્થળોની મજા માણ્યા બાદ, સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જુએ છે ઉનાળુ વેકેશન ની..
તો આવો માહિતગાર થઈએ, ઉનાળા વેકેશનમાં ફરવા લાયક રાજ્ય અને દેશના 5 હિલ્સ્તેશનો વિશે.
ગુજરાત રાજ્યમાં ફરવા લાયક 5 હિલ સ્ટેશનો :
ગુજરાતમાં ઘણાં હિલસ્ટેશનો આવેલા છે જેમાંથી સૌથી લોકપ્રિય અને ઓછા ખર્ચમાં થતા હિલ સ્ટેશનો આ મુજબ છે :
સાપુતારા, વિલ્સન હિલ્સ, ડોન હિલ સ્ટેશન, માથેરાન તથા માઉન્ટ આબુ.
ઉનાળુ વેકેશનની મોજ માણવા ભારતમાં ફરવાલાયક હિલ સ્ટેશનો :
શિમલા , ઉંટી, શ્રીનગર, દાર્જિલિંગ અને શિલોંગ.
તમારા બજેટને અનુરૂપ સ્થળ પસંદ કરી પરિવાર જનો, મિત્રમંડળ કે તમારા અંગત ગ્રુપ જોડે ઉનાળુ વેકેશનનું પ્લાનિંગ અત્યારથી કરી શકો છો.