Home Top News Life Style ઉપયોગી રિસર્ચ…. લાંબા સમય સુધી બેસી રહેવું નુક્શાનકારક જ્યારે ઉભા રહેવું એ...

ઉપયોગી રિસર્ચ…. લાંબા સમય સુધી બેસી રહેવું નુક્શાનકારક જ્યારે ઉભા રહેવું એ શરીર માટે છે ફાયદાકારક જાણો વિશેષ કારણ…

0

Published by : Rana Kajal                                                

  • 8 કલાક સુધી બેસી રહેવાથી યાદશક્તિ ઘટે છે…. જ્યારે 3 કલાક ઊભા રહેવાથી આયુષ્ય લાંબુ થાય છે

હાલમાં જ ઍક એવું તારણ સામે આવ્યું છે કે કોઈપણ માનવી લાંબા સમય સુધી સતત બેસી રહે તો તેના આરોગ્ય પર વિપરીત અસર થાય છે જ્યારે માનવી લાંબા સમય સુધી ઊભો રહે તો આરોગ્યની દ્વષ્ટિએ ફાયદો થાય છે..

આ રિસર્ચ અંગે જોતાં લાંબા સમય સુધી બેસી રહેવાથી મગજમાં રક્તસંચાર ઘટવા લાગે છે જેમકે ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું હવે સામાન્ય બાબત બની ગઈ છે તેમાં પણ વડીલો  કામ દરમિયાન કોઇ પણ ગતિવિધિ વગર સતત 8 કલાક બેસીને કામ કરે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી માનવીના મગજ પર વિપરીત અસર પડે છે. જેથી યાદશક્તિ ઘટે છે, તેથી જ અનેકવાર તમે જરૂરી વાત પણ ભૂલી જાઓ છો. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવા લોકોએ દિવસમાં અંદાજે 3 કલાક સુધી ઊભા રહેવું જરૂરી છે. તેનાથી જીવનનું આયુષ્ય પણ વધે છે. રિસર્ચ અનુસાર ઊભા રહેવાથી લોહીમાં સુગરનું સ્તર ઘટે છે. હૃદયરોગનું જોખમ પણ ઘટે છે એટલુ જ નહિ જે લોકો 8 કલાકથી વધુ સમય સુધી બેસી રહે છે તેના કરતાં તણાવ અને થાક પણ ઓછો લાગે છે. ન્યૂયોર્ક સ્થિત ગ્લોબલ વેલબીઇંગ લીડના માઇલાર્ડ હોવેલ અનુસાર સતત બેસી રહેવાથી માનસિક સ્વાસ્થ્ય તેમજ યાદશક્તિ પર નકારાત્મક અસર પડે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version