- જેમકે બાળકોને ફળો-શાકભાજી અને યુવાનોને અનાજ, વૃદ્ધો માટે સલાડ મિશ્રિત અન્નની વધુ જરૂર….
દરેક માનવી એ જન્મથી માંડીને જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ભોજન બદલવુ જોઈએ તોજ સ્વસ્થ જીવન જીવી શકાય બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ભોજનની થાળી એકસમાન રહેવી ન જોઈએ. દરેક વયે ભોજનના વિકલ્પો, હવામાન અને કામના આધારે થાળીમાં ભોજન અને તેનુ પ્રમાણ નક્કી થાય છે. અંદાજ મુજબ સરેરાશ વ્યક્તિ પોતાના જીવનમાં 35 ટન એટલે કે લગભગ સાડા ત્રણ ટ્રક ભરીને ભોજન લે છે. આપણી થાળીમાં પ્રોટીન, અનાજ, ફળો અને શાકભાજીની સાથે ફાઈબર અને ડેરી પ્રોડક્ટ્સની પણ જરૂર હોય છે. આપણે ઉમર મુજબ યોગ્ય ડાયટ રાખવું જોઈએ જેમકે. 60થી વધુ વર્ષ ની ઉંમરે ઓમેગા-3, વિટામિન-ડી, એ અને સીની વધુ જરૂર હોય છે. સલાડ પણ જરૂરી છે. સીફૂડની સાથે લીલાં પાંદડાવાળાં શાકભાજી, વિવિધ અનાજની રોટલીઓ, ફર્મેટેડ સોયા અને થોડા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ્સ લેવા જોઈએ. આ વયની થાળીમાં તમામ પોષક દ્રવ્યો હોવા જોઈએ. જ્યારે 0-6 વર્ષ: આ વયે વિટામિન એ,સી અને ઓમેગા-3ની જરૂર વધારે હોય છે. વિટામિન-એ ગાજર, શક્કરિયા, લીલાં શાકભાજીમાંથી મળે છે. વિટામિન-સી બ્રોકલી, મરચા અને દરેક ખાટી વસ્તુમાં મળે છે. તેમજ 7-11 વર્ષની વયે વિટામિન-એ, ડી, ઝિંક અને ઓમેગા-3ની જરૂર વધારે હોય છે. સીફૂડ અને માંસમાં ઝિંક વધુ હોય છે. ઝિંક માટે ઈંડાં, બદામ ખાવાનું રાખો. ઓમેગા-3 માટે સીફૂડ, માછલી. ગળ્યા અને ચરબીયુક્ત ભોજનથી દૂર રહેવું. અને 12-19 વર્ષ ની ઉંમર શારીરિક વિકાસની હોય છે. આ વયે વિટામિન-બી અને આયર્નની જરૂર વધુ હોય છે. છોકરાઓએ હાડકાંના વિકાસ માટે કેલ્શિયમ અને પિરિયડ્સ દરમિયાન છોકરીઓને આયર્નની સૌથી વધુ જરૂર હોય છે. તેમજ 20-29 વર્ષ ની વય માટે વિટામિન-ડી, કેલ્શિયમ અને મેગ્નેશિયમની જરૂર વધારે હોય છે. લીલાં શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ અને કાજુ ખાઓ. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની બીમારીની આશંકા ઘટે છે.
જ્યારે 30થી 39 વર્ષની વયમાં: આ વયે પોટેશિયમ, ઓમેગા-3 અને વિટામિન-બી 5ની જરૂરી છે. લીલાં શાકભાજી, અનાજ, શક્કરિયા અને સલાડ વધુ ખાવા જોઈએ. ટિયુ કહે છે કે થાળીના ત્રીજા ભાગમાં અનાજ હોવું જોઈએ. જ્યારે 40-59 વર્ષ ની વયે: મેટાબોલિઝમ નબળું પડે છે. વજન વધવા લાગે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન-ડી, બીની જરૂર હોય છે. ઘઉં, રાગી, જુવાર, બાજરી જેવા અનાજની રોટલીઓ તથા શાકભાજી, ચણા અને ચિકન લેવા જોઈએ.