ગુજરાત વિધાન સભાની ચુંટણી માં કોંગ્રેસની હાલત ખુબ નાજુક બની રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરતાજ ઠેર ઠેર બળવો થઈ રહયો છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે બળવાના ઍક ભાગ રૂપે ભરત સિંહ સોલંકી પર શાહી ફેંકવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પ્રથમ ઉમેદવારોની યાદીમાં 43 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. તે સાથે જ ગુજરાતના ડીસા, અકોટા, પારડી, માંજલપુર, અને ઘાટલોડિયા જેવી બેઠકો પર કોંગ્રેસને ખુલ્લા બળવાની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અન્ય બેઠકો પર પણ છૂપો અસંતોષ અને બળવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
ઉમેદવારોની જાહેરાત થતાં જ કોંગ્રેસમાં ભડકો.. ઠેર ઠેર બળવો કરાયો…
RELATED ARTICLES