Home News Update Nation Update ઉ.પ્ર.માં યોગી સરકારે રૂ.સાત લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કર્યુ...

ઉ.પ્ર.માં યોગી સરકારે રૂ.સાત લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કર્યુ રજૂ…

0

Published by : Anu Shukla

  • ગયા વર્ષો ૬.૧૫ લાખ કરોડ રૃપિયાનું બજેટ રજૂ કરાયું હતું
  • આગામી ચાર વર્ષમાં રાજ્યનું અર્થતંત્ર ૧ ટ્રિલિયન ડોલરને આંબી જશે: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં બુધવાર ૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૩ના રોજ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણા પ્રધાન સુરેશ ખન્નાએ પ્રદેશના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્યના નાણાપ્રધાને વિધાનસભામાં ૬,૯૦,૨૪૨,૪૩ કરોડ રૃપિયાનું બજેટ રજૂ કર્યુ હતું. આ અગાઉ ૨૦૨૨માં યોગી સરકારે ૬.૧૫ લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ હતું.

બજેટ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આગામી ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશનું અર્થતંત્ર એક ટ્રિલિયન ડોલરને આંબી જશે તથા ઉત્તર પ્રદેશની વ્યકિત દીઠ આવક રાષ્ટ્રીય સરેરાશથી વધારે રહેશે.

તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે સૌથી ઉર્જાવાન અને પ્રતિભાશાળી યુવાનો છે. અમે બે કરોડ યુવાનોને ટેકનિકલ રીતે સક્ષમ બનાવવા માટે લેપટોપ અને ટેબલેટ આપી રહ્યાં છીએ.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ વખતનું બજેટ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ માટેનું છે. છેલ્લા છ વર્ષમાં સરકારે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ સુનિશ્ચિત કર્યુ છે.

યોગીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ લાખ નોકરીઓનું સર્જન થયું છે. બીજી તરફ સરકારે માફિયાઓ પર બુલડોઝર ફેરવી પ્રજાને માફિયાઓથી રાહત અપાવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version