Home Bharuch ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણનો તહેવાર અધુરો ….

ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણનો તહેવાર અધુરો ….

0

ગુજરાતીઓના તહેવાર ખાણીપીણી વગર અધૂરા ગણાય છે ઉત્તરાયણનો તહેવાર એટલે હર્ષઉલ્લાસનો તહેવાર.. ઉત્તરાયણ એટલે પતંગ, દોરી, તલ સાંકળી, જલેબી અને ઊંધિયું. જો આ દિવસે ઊંધિયું અને જલેબી ન ખાધા તો તમારી ઉત્તરાયણ ફિક્કી બની જશે.મકરસંક્રતિના દિવસે ગુજરાતમાં ઊંધિયું જલેબીનો આસ્વાદ માણવાનુ લોકો ચુક્તા નથી.આ દિવસે બહારથી અથવા ઘરે  ઊંધિયું બનાવવાનું અને આરોગવાનું નક્કી જ હોય છે.ઊંધિયું જલેબી અને ઉત્તરાયણ એક બીજાના પર્યાય  છે.ઊંધિયું ખાવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે.  શિયાળાની ઋતુમાં  બધા જ જાતના લીલા શાકભાજી મળી રહે છે જેનાથી સ્વથ્ય સારું રહે છે.અનેક શાકનો ભંડાર ગણાતું એવું આ ઊંધિયું અને તેમાં ખાસ મસાલા  એક અલગ જ લિજ્જત સાથે તંદુરસ્તી આપે  છે.

ભરૂચમાં વહેલી સવારથી જ ઉંધિયાની દૂકાનો પર લોકોની ભીડ ઉમટી હતી.અને લાખો રૂપિયાનું ઊંધિયું જલેબી લોકોએ આજે આરોગ્યુ હતુ.કેટલાક લોકોએ તો બપોરે ધાબા ઉપર જ બપોરના ભાણાની જમવાટ કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version