Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalઋષિ સુનક બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થામાં લાવ્યા ભારતીય પ્લાન...

ઋષિ સુનક બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થામાં લાવ્યા ભારતીય પ્લાન…

Published by : Anu Shukla

  • 18 વર્ષ સુધી ગણિત વિષય ફરજિયાત રહેશે

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે દેશના બાળકોને ગણિતમાં સક્ષમ બનાવવા માટે ઈંગ્લેન્ડમાં 18 વર્ષની વય સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ગણિતનો અભ્યાસ ફરજિયાત કરવા જઈ રહ્યા છે જેથી બ્રિટન વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલીને ટક્કર આપી શકે.

વર્ષ 2023માં પોતાના પ્રથમ ભાષણમાં વડાપ્રધાન ઋષિ સુનકે તેની જાહેરાત કરી શકે છે. એવું કહેવાઈ રહ્યુ છે કે પીએમ સુનક પોતાના ભાષણમાં લોકોને ચેતવણી પણ આપી શકે છે ભવિષ્યની નોકરીઓમાં વિશ્લેષણાત્મ કૌશલ્યો પહેલા કરતા વધુ જરૂરી રહેશે, તેથી વિદ્યાર્થીઓ તેના માટે તૈયાર રહેવું પડશે.

સુનક એ પણ જણાવશે કે અન્ય ઘણા દેશોથી તદ્દન વિપરિત બ્રિટનમાં 16થી 19 વર્ષની વયના લગભગ અડધા વિદ્યાર્થીઓ જ ગણિત વિષયનો અભ્યાસ કરે છે. સુનકનું ગાણિતિક જ્ઞાન પર ધ્યાન આપવું બ્રિટન માટે વધુ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદ કરવા માટેના તેમના વિઝનનો એક ભાગ છે.

સુનકે વિદ્યાર્થીઓ અન્ય વિષયોની સાથે ફરજિયાતપણે ગણિત પણ લે તેવું આયોજન કર્યું છે. આનો અર્થ એ થયો કે 18 વર્ષની ઉંમર સુધી ગણિતનું શિક્ષણ માત્ર A-લેવલ (અદ્યતન સ્તરની લાયકાત) ને બદલે વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવશે. બ્રિટનમાં A-લેવલ 16 વર્ષ અને તેથી વધુ વયના વિદ્યાર્થીઓ માટે વિષય આધારિત લાયકાત છે.
બ્રિટનમાં ગણિતના અભ્યાસ પર ભાર આપવાની ઋષિ સુનકના પ્રયાસને ભારત સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ઋષિ સુનક ભારતીય મૂળના છે અને ભારતમાં ગણિતના અભ્યાસ પર ખૂબ જ ભાર અપાય છે. અહીં બાળકો ધોરણ 1થી ધોરણ 10 સુધી ફરજિયાતપણે ગણિતનો અભ્યાસ કરે છે અને એવું માનવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ ગણિતમાં વધુ સારા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!