Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratએકતાનગર SOU મા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણમા ઉમેરાયુ આરોગ્ય સુરક્ષા છત્ર, 10...

એકતાનગર SOU મા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણમા ઉમેરાયુ આરોગ્ય સુરક્ષા છત્ર, 10 દિવસમા 10 બેડની હંગામી હોસ્પિટલનો આરંભ

  • 24×7 આરોગ્ય લક્ષી સુવિધા ઉભી કરવામાં આવશે
  • મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફાર્મસી,લેબોરેટરી, મહિલા અને પુરુષ વોર્ડની સેવાઓ ઉપલબ્ધ રહેશે
  • એકતા નગર ખાતે ટ્રોમાં સેન્ટરની સુવિધા સાથે 50 બેડની આધુનિક હોસ્પિટલ ઉભી થાય ત્યાં સુધી તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરાઈ

કેવડિયા એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદ આજદિન સુધી 1 કરોડથી પણ વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળો વિકસિત થતા સમગ્ર વિસ્તાર વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બની ચૂકયું છે.

જે ધ્યાને લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા એકતાનગરનાં સ્થાનિકો અને આવનાર પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા વધુ સૃદઢ કરવા તરફ મહત્વનું કદમ ઉઠાવતા એકતા મોલની પાછળ આવેલ સ્વાગત કચેરી ખાતે 10 બેડની આધુનિક સુવિધાથી સજ્જ હંગામી હોસ્પિટલનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 દિવસમાં આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે. તેની સાથે એકતા નગરના પ્રવાસન આકર્ષણમાં પ્રવાસીઓ અને સ્થાનિક નિવાસીઓ માટે વરદાનરૂપ આરોગ્ય સુરક્ષા છત્ર ઉમેરાઈ રહ્યું છે.

SOU એકતાનગર આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે તેની સાથે એકતાનગર સહિતના વિસ્તારનો સમતોલ વિકાસ થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની રચના કરવામાં આવી છે, સત્તામંડળ દ્વારા અનેક જનસુખાકારીનાં પગલા લેવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને એકતાનગર વિસ્તારના સ્થાનિક નિવાસીઓ અને પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા વધારવાના ભાગરૂપે એકતા મોલની પાછળ આવેલ સ્વાગત કચેરી ખાતે 10 બેડની આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

હોસ્પિટલ કાર્યરત કરવા માટે આજરોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સ્વાગત કચેરીનો કબ્જો સોંપવામાં આવ્યો છે, આગામી 10 દિવસમાં 10 બેડની સુવિધાસજ્જ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવશે. આ હોસ્પિટલમાં 24 X 7આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ રહેશે જેમાં મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફાર્મસી,લેબોરેટરી, મહિલા અને પુરુષ વોર્ડની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ નાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારના સ્થાનિય નિવાસીઓ, પ્રવાસીઓ તેમજ વિવિધ પ્રવાસીય પ્રકલ્પો પર પોતાની સેવાઓ આપતા કર્મચારીઓની આરોગ્યલક્ષી સુવિધાને ધ્યાને લઈને આગામી સમયમાં એકતા નગર ખાતે ટ્રોમાં સેન્ટરની સુવિધા સાથે 50 બેડની આધુનિક હોસ્પિટલ ઉભી થાય ત્યાં સુધી આ વ્યવસ્થા કાયમ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!