Published by : Rana Kajal
હાર્ટ એટેકના પગલે મોત નીપજ્યું હોય તેવા કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે ત્યારે જીવલેણ હાર્ટ એટેક અંગે થયેલ ઍક સર્વે મુજબ મોટાભાગે જીવલેણ હાર્ટ એટેકના સોમવારે જ આવે છે એમ પણ કહી શકાય કે વર્કિંગ વીક શરૂ થવાના સમયે જ મોટા ભાગે હાર્ટ એટેકના કિસ્સા નોંધાયા છે.. હાલમાં જ ઍવુ તારણ આવ્યું છે કે મોટા ભાગના જીવલેણ હાર્ટ એટેક સોમવારે જ આવે છે. યુકેના માન્ચેસ્ટરમાં બ્રિટિશ કાર્ડિયોવસ્ક્યુકર સોસાયટીની કોન્ફરન્સમાં આ સ્ટડી પેપર રજૂ કરવામાં આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના હાર્ટ એટેકના સોમવારે અથવા તો રવિવારે આવે છે જૉકે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડીકલ ડિરેક્ટર નિલેશ સામાણીએ હાર્ટ એટેક કયારે વધુ આવે છે તેના પુરાવા છે પણ સોમવારે કે રવિવારે જ કેમ હાર્ટ એટેકઆવે છે તે અંગે તાત્કાલિક સઘન સંશોધન જરુરી છે કે જેથી માનવીઓના જીવ બચાવી શકાય…




