આવનાર તા. 1 લી માર્ચ સુધી આકાશમા ચંદ્ર, ગુરૂ અને શુક્ર ગ્રહ એક જ લીટીમાં દેખાય તેવી શક્યતા છે. જો કે તેની શરૂઆત તા. 23 ફેબ્રુઆરીથી થઈ ચૂકી છે…
તા. 23 ફેબ્રુઆરીની રાતના આકાશમાં અનોખી ખગોળીય ઘટના જોવા મળી હતી. આવી ઘટના ક્યારેય જોવા મળી નથી. ચંદ્ર, ગુરુ અને શુક્ર એક લાઈનમાં જોવા મળ્યા હતા. ગુરુવારને ફાગણ સુદ ચોથ એટલે વિનાયકી ચતુર્થીના રોજ સાંજે 6:37 વાગ્યે સુર્યાસ્ત થયા બાદ આકાશમાં ચંદ્રોદય થયો હતો અને ચંદ્ર નીચે ગુરુ અને તેની નીચે શુક્ર ગ્રહો એક લાઈનમાં જોવા મળ્યા હતા. ચંદ્રોદય બાદ 123 મિનિટ બાદ એટલે કે 8:40 મિનિટે આકાશમાં એક લાઈનમાં દેખાતા ચંદ્ર, ગુરુ અને શુક્રમાંથી શુક્રગ્રહ દેખાતો બંધ થયો હતો. તો સુર્યાસ્ત બાદ આકાશમાં 143 મિનિટે શુક્ર દેખાતો બંધ થયાને 20 મિનિટે એટલે 9:00 વાગે ગુરુ ગ્રહ દેખાતો બંધ થયો હતો. આકાશમાં આ સમગ્ર ખગોળીય ઘટના 6:37 એ સુર્યાસ્ત થયા બાદ શરૂ થઇ હતી અને 143 મિનિટ એટલે કે બે કલાકથી વધુ સમય સુધી એટલે ૯ વાગ્યા સુધી જોવા મળી હતી. તો ચંદ્ર, ગુરુ અને શુક્ર એક જ લાઈનમાં આકાશમાં જોવા મળ્યા બાદ ધીરે ધીરે ઉપરથી નીચે તરફ આવ્યા હતા અને એક બાદ એક સમયાંતરે બે ગ્રહો દેખાવાના બંધ થયા હતા. તો ચંદ્ર પણ નીચેની તરફ આવતા દેખાવા લાગ્યો હતો. 9:30 વાગે તો ચંદ્ર પણ દેખાતો બંધ થઇ ગયો હતો. આમ 6:37 બાદ એક લાઈનમાં દેખાતા ચંદ્ર, ગુરુ અને શુક્ર એક પછી એક દેખાતા બંધ થયા હતા. આવી અવકાશી ધટના સુર્યાસ્ત બાદ તા. 1 માર્ચ સુધી જોવા મળી શકે છે.