Published By : Patel Shital
સમાજમાં કરોડપતિ હોય તો તેને આગવું મહત્વ અને પ્રસંગોમાં માન, પાન અને સન્માન આપવામાં આવે છે. પરંતુ એક દેશ એવો પણ છે કે જેમાં ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ કરોડપતિ છે તેથી આ દેશમાં કરોડપતિ હોવું સામાન્ય બાબત છે.
યુરોપના એક નાનકડા દેશ મોનાકોમાં દર ત્રણ વ્યકિતએ એક વ્યક્તિ કરોડપતિ છે. આ નાનો દેશ તેના ટુરિઝમ અંગે ખુબ લોકપ્રિય છે. દેશમાં આટલા બધા કરોડપતિ હોવા છતાં ઈન્કમટેક્ષ વસુલવામાં આવતો નથી. તેમજ અન્ય ટેક્ષ પણ ખુબ ઓછા છે. મોનાકો દેશમાં માથાદીઠ આવક ભારતીય ચલણમાં રૂ. 1.94 કરોડ છે. જે વિશ્વમાં સૌથી વધુ માથાદીઠ આવક છે.