Published by : Rana Kajal
મૂળ અમદાવાદની એવી બેબી અરિહા સારી અને સાજી સમી હોવા છતાં જર્મનીમાં તેને મંદ બુદ્ધિના બાળકો સાથે રાખવાના પ્રયાસ કરાઇ રહ્યાં છે… આ કરુણ કહાનીની વિગત જોતા મૂળ અમદાવાદના અને હવે જર્મની ખાતે રહેતા એવાં પતિ ભાવેશ અને પત્ની ધારાને ત્યાં લક્ષ્મી અવતરી હોય તેમ બેબી અરિહાનો જન્મ થયો હતો.. થોડા દિવસો બાદ માતા ધારાને બેબી અરિહાના ડાયપર પર લોહીનો ડાઘ જણાયો તેથી માતા પિતા તેને તબીબ પાસે લઈ ગયાં તબીબે અરિહા નુ ચેકઅપ કર્યાં બાદ જણાવ્યુ કે બેબીને કઈ થયું નથી તે ઓલ રાઈટ છે. તેમ છતાં થોડા દિવસ બાદ ફરી બતાવી જવા તબીબે જણાવતા ભાવેશ અને ધારા તબીબ પાસે આરિહા ને લઇ ને ગયા હતા ત્યારે તબીબે પહેલેથીજ પોલીસ બોલાવી રાખી ભાવેશ અને ધારા પર શારીરિક શોષણ નો આક્ષેપ મૂકી તેમની અટક કરી લેવામાં આવ્યા હતા . જોકે ત્યાર બાદ માતા પિતા અદાલતમાં નિર્દોશ સાબીત થયા હતા. પરંતું શિશુ ગૃહમાં રહેલી અરિહા હજી પણ માતા પિતાને સોંપવામાં આવી નથી…. માસૂમ દીકરી ને મેળવવા માટે માતા પિતાએ ખુબ પ્રયાસ કર્યા પરંતું સફળતા ન સાપડી.. આખરે માતા પિતાએ ભારત સરકારને મદદ કરવાં વિંનતી કરી છે.