Home Eco Friendly એક વનસ્પતિ…અનેક રોગોની સારવાર…

એક વનસ્પતિ…અનેક રોગોની સારવાર…

0

Published By : Parul Patel

એક એવી વનસ્પતિ છે જેના સેવનથી અનેક રોગોની સારવાર થઇ શકે છે. ખાસ કરીને નપુંસકતામાં રામબાણ ઈલાજ છે આ છોડ. સપ્તપર્ણીને એવી દવાઓમાંથી એક માનવામાં આવે છે, જેમાં ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો છે. તે સદાબહાર વૃક્ષ છે જે બારેમાસ જોવા મળે છે. જેમાં ડિસેમ્બરથી માર્ચ દરમિયાન નાના નાના લીલા અને સફેદ ફૂલો નીકળે છે.

મધ્યપ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં આ ઔષધીય છોડ જોવા મળે છે. આજે પણ, આ ઔષધીય છોડ દમોહ જિલ્લાના દૂરના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે, જે ખૂબ જ તીક્ષ્‍ણ અને ખાસ સુગંધ આપે છે. આ સિવાય દેશનાં ઘણા ભાગોમાં તે જોવા મળે છે. ભારતમાં આ છોડ મોટાભાગે હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં ઉગે છે. છોડની છાલ રાખોડી રંગની હોય છે. જો કે, પરંપરાગત રીતે તેનો ઉપયોગ ક્રોનિક ડાયેરિયા એટલે કે ઝાડા, પેટમાં દુખાવો, સાપ કરડવાની સારવાર, દાંતના દુઃખાવા અને મરડો સહિત અનેક રોગોની સારવાર માટે થાય છે. પરંતુ આ છોડના પાંદડાનો ઉપયોગ બેરીબેરી (વિટામીન B1ની ઉણપને કારણે થતો રોગ)ની સારવાર માટે થાય છે. આ છોડના મોટાભાગના ભાગોમાં ઔષધીય ગુણો હોવા છતાં, તેની છાલનો ઉપયોગ સદીઓથી મેલેરિયાના ઈલાજ માટે કરવામાં આવે છે. સપ્તપર્ણી, એક તરફ ઘણા રોગોની સારવારમાં અસરકારક છે. તો આ સિવાય, આ છોડમાં પ્રજનન ક્ષમતા વધારવાનો ગુણ પણ છે.

સપ્તપર્ણી એક ઔષધીય છોડ છે, જેમાં સાત પાંદડાઓનો સમૂહ છે, જેના કારણે આ છોડને આવું નામ છે. ખરેખર, તેનો ઉપયોગ શરદી, ઉધરસ અને તાવમાં થાય છે. વર્ષ 2019 માં, જ્યારે આખો દેશ કોવિડ-19 ની પકડમાં હતો, ત્યારે દર્દીઓ માટે આયુષ 64 નામનીએક આયુર્વેદિક દવા લોન્ચ કરવામાં આવી હતી, જેમાંથી એકમાં સપ્તપર્ણી પણ વપરાઇ હતી. આયુર્વેદમાં સપ્તપર્ણીને એવી દવાઓમાંથી એક માનવામાં આવે છે, જેમાં ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો છે. તે સદાબહાર વૃક્ષ છે. આ છોડના મોટાભાગના ભાગોમાં ઔષધીય ગુણો હોવા છતાં, તેની છાલનો ઉપયોગ સદીઓથી મેલેરિયાના ઈલાજ માટે કરવામાં આવે છે. સપ્તપર્ણી, એક તરફ ઘણા રોગોની સારવારમાં અસરકારક છે. તો આ સિવાય, આ છોડમાં પ્રજનન ક્ષમતા વધારવાનો ગુણ પણ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version