Published by : Rana Kajal
એક વ્યકિતએ 6800 તો બીજા વ્યકિતએ 5300 મોબાઈલ કનેક્શન મેળવ્યા… સાઇબર ક્રાઇમનું વધતું જતું પ્રમાણ ભારત દેશમાં કડક કાયદાઓનો અભાવ હોવાનાં પગલે અને કોઈ પણ કેસ ચાલીસ કે પચાસ વર્ષો સુધી ચાલતો હોય તેનો ફાયદો ગુનેગારો ઉઠાવી રહ્યાં છે. હાલમાં એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ વિગત જોતા ઍક વ્યકિતએ 6800 જેટલા મોબાઈલ જોડાણ મેળવ્યા હતા. તો બીજી વ્યકિતએ 5300 જેટલા મોબાઈલ કનેક્શન મેળવ્યા હતા. આ બધા મોબાઇલોનો ઉપયોગ સાઇબર ક્રાઇમ અંગે કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. આવા બોગસ કહી શકાય તેવા મોબાઈલ કનેક્શન મેળવવા વિવિઘ ડોક્યુમેન્ટ બનાવનાર પણ એટલા જ ગુનેગાર છે. બોગસ દસ્તાવેજોના આધારે મોબાઈલ કનેક્શન લેવામાં આવ્યા હતા. એમ જણાયું છેઃ… ભારતમાં છેતરપીંડીના ગુનાઓ અંગે થાઇલેન્ડ કે તુર્કી કે અન્ય દેશો જેવાં કડક કાયદાઓ નથી જેનો ફાયદો ગુનેગારો ઉઠાવી રહ્યા છે. તેથી જ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અને અન્ય ડોક્યુમેન્ટનું જોડાણ આવશ્યક છે કે જેથી સાયબર ક્રાઇમ અને છેતરપીંડીના ગુનાઓ પર બ્રેક લગાવી શકાય..