Published by : Rana Kajal
- વિશ્વની સૌથી મોટી રોટલી, વજન 145 કિલો..
વિશ્વની સૌથી મોટી રોટલીની હાલ ચર્ચા ચાલી રહી છે. ઍવુ કહેવાય રહ્યું છે કે માત્ર એક રોટલી હોય તો આખું ગામ ભરપેટ જમી લે…દેશમા કાશ્મિર થી કન્યાકુમારી સુધી સૌથી લોકપ્રિય વાનગી હોય તો તે છે રોટલી… અલબત્ત વિસ્તાર બદલાતા રોટલીનુ નામ બદલાય છે. ક્યાંક રોટલી તો ક્યાંક રોટી તો ક્યાંક ચપાટી .. રોટલી નો આકાર પણ દેશનાં કેટલાક વિસ્તારોમાં અલગ હોય છે… પરંતુ રોટલી એક એવી વસ્તુ છે જે સમગ્ર ભારતમાં એક જ રીતે બનાવવામાં આવે છે. સાઈઝ પણ બધે સરખી જ છે, પરંતુ સમગ્ર ભારતમાં એક જ જગ્યા એવી છે, જ્યાં દુનિયાની સૌથી મોટી રોટલી બને છે.આ રોટલી એટલી મોટી છે કે આ એક રોટલીથી આખા ગામને ખવડાવી શકાય છે. જ્યારે આ રોટલી તૈયાર થાય છે ત્યારે તેનું વજન 145 કિલો સુધી પહોંચી જાય છે.
વિશ્વની સૌથી…મોટી રોટલી ગુજરાતના જામનગરમાં બને છે. સૌથી મોટી રોટલી બનાવવા માટે એક-બે નહીં, પરંતુ ડઝન કરતાં વધુ લોકોની જરૂર પડે છે. તેને ધીમી આંચ પર શેકવામાં આવે છે જેથી રોટલી બળી ન જાય. કલાકોની મહેનત પછી આ રોટલી તૈયાર થાય છે. જ્યારે આ રોટલી તૈયાર થાય છે, ત્યારે તેનું વજન લગભગ 145 કિલો હોય છે.આ રોટલી ખાસ પ્રસંગોએ જ બનાવવામાં આવે છે. તે બનાવ્યા પછી તે સેંકડો લોકોમાં વહેંચવામાં આવે છે. જ્યારે આ રોટલી બનાવવામાં આવે છે, ત્યારે તેને જોવા માટે ઘણા લોકો ભેગા થતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રોટલીને રાંધવા માટે મંદિરની નજીક એક મોટી ખાસ તળી છે. આ ખાસ રોટલી આ ખાસ તળી પર શેકવામાં આવે છે. આવી રોટલી ખાસ પ્રસંગે બનાવવામાં આવે છે. જામનગરમાં જલારામ બાપાની જન્મજયંતિ અને દગડુ શેઠ ગણપતિના જાહેર ઉત્સવ પર વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવામાં આવે છે. જલારામ મંદિરના જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા સૌથી મોટી રોટલી બનાવવામાં આવે છે……