Published by : Anu Shukla
- વાર્ષિક ટર્નઓવર 4 કરોડ
- ‘ગાંડો થઈ ગયો લાગે છે’ એવું લોકો કહેતા
જયપુર સ્થિત કપિલ ગર્ગ અને તેની પત્ની વિધિ ગર્ગ 2017 ના વર્ષમાં નવા લગ્ન થયા અને કપિલ અને તેની પત્ની વિધિ વેકેશન કરવા થાઈલેન્ડ ગયા હતા. એમને ત્યાં રંગ બેરંગી મોજા પસંદ પડ્યા જે આપણા દેશમાં (ભારતમાં) માત્ર નાના બાળકો પહેરતા પરત ફરતા ઘણા બધા મોજાઓની ખરીદી કરી પણ એની ક્વોલિટી સારી ન હતી.
ત્યારે કપિલ અને તેની પત્ની વિધિને સમજાયું અને આઈડિયા આવ્યો કે ભારતમાં પણ યુવાનોમાં રંગબેરંગી મોજાંની માગ વધી શકે છે. રંગબેરંગી મોજાં પુખ્ત વયના લોકોને આકર્ષી શકે છે. ભારતમાં પુખ્ત વયના લોકો માટે રંગબેરંગી મોજાંનો ટ્રેન્ડ નથી. આવી કોઈ બ્રાન્ડ નથી. આવી સ્થિતિમાં, જે મોજાં ઉપલબ્ધ છે તે કાં તો વિદેશથી આયાત કરવામાં આવે છે અથવા તેની ગુણવત્તા એટલી સારી નથી.
8 વર્ષથી MNCમાં નોકરી કરતા હતા અને બોસના ઠપકાઓ થી પરેશાન હતા લાગ્યું કે પોતાનું કંઈ શરૂ કરવા જેવું છે.
કપિલ ગર્ગે પુણેથી એન્જિનિયરિંગ કરી છે, જ્યારે તેમની પત્ની વિધિએ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે.જ્યારે કપિલ 2019માં સોક્સ બિઝનેસમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે વિધિને ડિઝાઈનનું જ્ઞાન હતું સૌથી પહેલા કંપનીની શરૂઆત વિધિએ કરી હતી, પછી થોડા મહિના પછી કપિલે નોકરી છોડી બિઝનેસ પર ફોકસ કર્યું.’ કપિલ જ્યારે તેણે સોફ્ટવેરની નોકરી છોડી દીધી અને મોજાં બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું ત્યારે તેને તેના જણાવ્યું પરિવાર અને સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો. લોકો કહેતા હતા કે તે એન્જિનિયરિંગ કરીને મોજાં વેચશે. પાગલ થઈ ગયો. આ જ કરવા તે મુંબઈથી જયપુર આવ્યો છે.
ઈન્ડિયામાં પણ રંગબેરંગી મોજાં બનાવવામાં આવે. એન્જિનિયરિંગની નોકરી છોડીને કપિલ ગર્ગ એ મોજાં બનાવવાનું અને તેને વેચવાનું શરૂ કર્યું. 2 વર્ષમાં જ અમારી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 4 કરોડ થઈ ગયું.’બંને રંગબેરંગી મોજાં બનાવતી કંપની Thelagaadiના સહ-સ્થાપક છે. બોક્સ અને મોજાંની ડિઝાઈન અને રંગ જોઈને એવું લાગે છે કે જાણે તે કોઈ બેગ કે નાના બાળકનું રમકડું હોય.
તેમના સ્ટોર રંગબેરંગી મોજાથી ભરેલો છે. . રંગબેરંગી મોજાંના કારણે સ્ટોરની દીવાલ પણ રંગીન દેખાઈ રહી છે. કપિલ કહે છે કે, ‘જ્યારે આપણે કહીએ છીએ કે કોઈની ઉંમર ભલે 55ની હોય, પરંતુ દિલ તેમનું હંમેશા બાળકો જેવું હોવું જોઈએ.