Published By : Parul Patel
ગત માર્ચ માસ દરમિયાન ક્યારેક માવઠુ તો ક્યારેક ઠંડુ વાતાવરણ અને કોઈક વાર ગરમી પણ અનુભવાઈ હતી. પરંતું હવે આવનાર એપ્રિલ સહીતના ત્રણ મહિનાઓમાં કાળઝાળ ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામા આવી.
દેશના હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રા એ જણાવ્યુ હતુ કે વર્ષ 2023 વાતવરણની દ્રષ્ટિ વીતેલા વર્ષોથી સાવ અલગ સાબીત થઈ રહ્યું છે. જેમકે વર્ષ 1901થી અત્યાર સુધી મા વર્ષ 2023નો ફેબ્રુઆરી માસ સરેરાશ કરતા વધુ તાપમાન ધરાવતો રહયો હતો. સાથેજ માર્ચ માસ માવઠા અને વાવાઝોડાના કારણે ઠંડો રહયો હતો. પરંતું હવે આવનાર એપ્રિલ સહીતના ત્રણ મહીના સખ્ત ગરમી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.