Published By:-Bhavika Sasiya
ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં લગ્નને લઈને વિવિધ પરંપરાઓ જોવા મળે છે. ક્યાંક મહિલાઓ ઘણા પુરૂષો સાથે લગ્ન કરે છે તો ક્યાંક પુરૂષો એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરે છે.સીધી નજરે દુનિયાને જોઈએ તો હવે બહુપતિત્વ અને પત્નીત્વ જેવી પરંપરાઓ ધીરે ધીરે સમાજમાંથી દુર થઈ રહી છે. જો કે આજે પણ એરીટ્રીયા એવો દેશ છે જ્યાં પુરૂષ માટે બે લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે.જો પુરુષ બે લગ્ન કરવાનો ઇનકાર કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પત્ની પણ તેમના પતિને ફરીથી લગ્ન કરવાથી રોકી શકતી નથી. આફ્રિકા ખંડના એરિટ્રિયામાં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત છે અને જો પુરુષ લગ્ન કરવાનો ઇનકાર કરે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. જો કોઈ મહિલા તેના પતિને ફરીથી લગ્ન કરતા અટકાવે તો તે મહિલા સામે કાયદો કાર્યવાહી કરે છે. એરિટ્રિયામાં આવો કાયદો એટલા માટે છે કારણ કે અહીં મહિલાઓની સંખ્યા ઘણી વધુ છે.અહીં પુરૂષો ન ઈચ્છે તો પણ તેને બે લગ્ન કરવા પડે છે. અહીં દરેક પુરુષ માટે બે લગ્ન કરવા કાયદાકીય રીતે ફરજિયાત છે. સૌથી નવાઈની વાત એ છે કે તમે આવું કરવાથી ઈન્કાર પણ ન કરી શકો.આ કાયદા પાછળનું કારણ અહીં પુરૂષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધુ છે જો કે આફ્રિકા ખંડમાં આવેલો એરિટ્રિયા તેની વિચિત્ર પ્રથાને કારણે હંમેશા ટીકાને પાત્ર રહ્યો છે.