Published by : Anu Shukla
ભરૂચ નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ પાસે ફોર વ્હીલ ગાડી અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચ નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે આજરોજ કરજણ ટોલ નાકા પહેલા હોનેસ્ત હોટલ ફોર વ્હીલ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ બોલેરો પીકઅપ ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે ગાડીમાં રહેલ એર બેગ ખુલી જતા અંદર સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.