Home International એર લાઇન કંપની દ્વારા આડેધડ ભાડા વધારી દેતા હજારો ગુજરાતી સલવાયા…

એર લાઇન કંપની દ્વારા આડેધડ ભાડા વધારી દેતા હજારો ગુજરાતી સલવાયા…

0
  • લગ્ન સિઝન-બીએપીએસના સામૈયાના સમયનો એર લાઇન કંપનીઓએ ગેરલાભ લેતાં રોષ

ડિસેમ્બરમાં ઠંડી વધુ હોવાથી અમેરિકા-કેનેડાથી ગુજરાત આવતા લોકોની સંખ્યા વધુ હોય છે. સામાન્ય દિવસોમાં અમેરિકા અને કેનેડાથી ભારતના રૂટની ટિકિટો 800 થી 900 ડોલરના ભાવે મળી જતી હતી, તેના ભાવ ડિસેમ્બરમાં 1400 ડોલર સુધી રિટર્ન ટિકિટના ભાવ હોય છે. જોકે હાલ એર ઇન્ડિયા, યુનાઈટેડ એર લાઇન, એર ફ્રાન્સ, કતાર એરવેઝ, ઇતીહાદ, અમિરેટ્સ જેવી એર લાઇન્સ દ્વારા હવાઈ ભાડામાં ભારે વધારો કરી માત્ર વન વેના 3થી 4 હજાર ડોલર વસૂલી રહી હોવાથી ગુજરાત આવવા માગતા હજારો ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
વતનમાં ધાર્મિક કે લગ્ન તથા સામાજિક પ્રસંગોએ આવનારા લોકો એર બુકિંગ માટે એર લાઇનનો સંપર્ક કરે ત્યારે પહેલાં તો બુકિંગ ફુલ હોવાનું જણાવાય છે. ત્યારબાદ ભાવ વધી ગયા હોવાનું જણાવી ત્રણથી ચાર ગણું વધુ ભાડું આપો તો ટિકિટ આપવાની તૈયારી દર્શાવે છે. પરિણામે વતન આવવા માગતા હજારો ગુજરાતીઓ આખી બચત વાપરી આવવાની ફરજ પડી રહી છે.
લગ્નની સિઝન અને હાલમાં અમદાવાદ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સામૈયાનો કાર્યક્રમ છે, જેના કારણે અમેરિકા-કેનેડાથી આવનારા ગુજરાતીઓનો ધસારો વધુ છે, જેનો ગેરલાભ એર લાઇન ઉઠાવી રહી છે. જોકે થોડી સમજદારી વાપરી અમદાવાદને બદલે દિલ્હી, મુંબઈ કે ચેન્નાઇની ટિકિટ લેવાથી ઓછા ખર્ચે મળી રહે છે. માત્ર અમદાવાદનો ભાવ સૌથી વધુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version