ભરૂચ એલસીબી પોલીસે નંદેલાવ ગામના પાંજરાપોળ નજીકથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને ૪૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદેલાવ ગામના પાંજરાપોળ નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને સાત ફોન મળી કુલ ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા પગુથણ ગામમાં રહેતો જુગારી ઉમરદીન ઐયુબ શેખ,મોહમંદ મુસ્તાક સૈયદ અને દેવેન્દ્ર વસાવા,શાંતિલાલ વસાવા સહીત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.