કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ જણાવ્યુ હતુ કે ઍવી સીસ્ટમ વિકસાવવા માં આવશે કે જેથી બિસ્માર પૂલ અંગે અગાઉ થી ચેતવણી મળી જાય…ગત તા 30 ઓક્ટોબરે મોરબીમાં થયેલા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા
ચૂંટણી સમયે રાજ્યમાં આ ગંભીર અકસ્માત બાદ ભાજપ સરકાર વિપક્ષના ટાર્ગેટ પર આવી ગઈ છે તયારે મોરબીની આ ઘટના સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, તેઓ એક એવી સિસ્ટમ લગાવશે કે નબળા બની રહેલા પુલ અંગે પહેલાથી જ ખબર પડી જશે. તેમણે કહ્યું કે, દેશમા કશે પણ પુલ નબળા હશે તો દિલ્હીમાં કોમ્પ્યુટરથી તેની જાણ થઈ જશે.
તેમણે એમ પણ જણાવ્યું કે ઘણા પુલોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે
હું ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે મેં વિશ્વભરની ટેકનોલોજી પર અભ્યાસ કર્યો. નાસિકમાં અમારા લોકોએ સંશોધન કર્યું કે, આપણે પુલમાં એક એવી સિસ્ટમ લગાવીશું કે દિલ્હીમાં બેઠા-બેઠા આપણા કોમ્પ્યુટરથી ખબર પડી જશે કે, કયો પુલ ધરાશાઈ થવાનો છે અને કયો પુલ નબળો છે. મેં 80 હજાર પુલોનો એક રેકોર્ડ તૈયાર કર્યો છે અને હવે હું ત્રણ-ચાર લાખ પુલોનો રેકોર્ડ તૈયાર કરીશ. કોર્પોરેશન, મ્યુનિસિપલ કાઉન્સિલ અને રાજ્યમાં આવેલા તમામ બ્રિજ રેકોર્ડ એક જગ્યાએ હશે અને જ્યાં આવી છેતરપિંડી સામે આવશે તો ત્યાં રેડ એલાર્મ વાગશે. જેથી હું તરત જ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને NHAIને કહીશ કે આ બ્રિજ ખરાબ છે. અમે આ સમગ્ર સિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ.