Published By:-Bhavika Sasiya
- રીટા ફારિયાએ ગ્લેમરની દુનીયા છોડી તબીબ બની લોકોની સેવા કરી…
- મધ્યમ વર્ગની રીટા લોકોનાં કપડાં લઈ વિશ્વ સુંદરીની સ્પર્ધામાં ગઈ હતી..
મિસ વર્લ્ડ… વિશ્ર્વ સુદરી.. બન્યા બાદ ગ્લેમર ની દુનિયામાં છવાઈ જતી હોય એવા અનેક કિસ્સા જાણવા મળ્યા છે પરંતુ વિશ્વ સુંદરી બન્યા બાદ ઍક તબીબ તરીકે લોકોની સેવા કરી હોય તેવું માત્ર એકજ ઉદાહરણ જણાય છે અને તે છે ભારતની રીટા ફારિયા…
તા 17 મી નવેમ્બર 1966 ના રોજ લંડનમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજવામાં આવી હતી. લંડન ના વેલિગ્ટન સ્ટ્રીટ પર લીસિયમ બોલરૂમ ખાતે યોજાયેલ આ મિસ વર્લ્ડ સ્પર્ધામાં નિર્ણાયકોએ રીટાને ભારત વિષે ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ રીટાએ ભારતનું ગૌરવ વધે તે રીતે તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હતા…
ઍક બાબત એ પણ જાણવા જેવી છે કે રીટા જ્યારે લંડન જવા રવાના થઈ ત્યારે તેની પાસે ઉછીના લીધેલા કપડાથી ભરેલી સૂટકેસ, જ્યારે મેકઅપ કીટના નામે કેટલીક લિપસ્ટિક અને પર્સમાં માત્ર ત્રણ પાઉન્ડ હતા. રીટાએ ઍક મહીલા પાસેથી ઉછીની સાડી અને પર્સિસ ખંબાટ્ટા પાસેથી સ્વિમસ્યૂટ ઉધાર લીધો હતો…