Home News Update My Gujarat એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો પૂર્ણ…

એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો પૂર્ણ…

0

Published by : Anu Shukla

  • ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની 1934 પેકર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શોની ટ્રોફી જીતી

વડોદરાના ભવ્ય લક્ષ્મી વિલાસ પેલોસમાં યોજાયેલા ત્રણ દિવસીય વિન્ટેજ કાર શોમાં ડાન્સ, કળા અને સંસ્કૃતિની સાથે દુનિયા ભરમાંથી આવેલી શાનદાર કાર્સ અને બાઇક્સની સાથે જ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી. 21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગંસની 10મી આવૃત્તિમાં સૌથી દુર્લભ અને સૌથી સુંદર 200 વિન્ટેજ કાર્સ વચ્ચે એક જબરદસ્ત લડાઇ બાદ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની 1934 પેકોર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શો જીત્યો છે.

બીજું સ્થાન 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથે મેળવ્યું

સુંદર, શાનદાર અને આશ્ચર્યજનક વેન્ટેજ બ્યૂટીઝે વડોદરાવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું અને જ્યૂરીનું પણ હૃદય જીતી લીધુ. ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા, સીએમડી, મેન્ડ ગ્રુપે આ વિન્ટેજ બ્યૂટીના ગૌરવશાળી માલિક તરીકે હંમેશા પોતાથી આ કારથી લઈને ઉત્સાહથી ભરપૂર રહ્યા છે. ત્યારબાદ બીજુ સ્થાન યૌહાન પૂનાવાલાની 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથે મેળવ્યું અને ત્રીજું સ્થાન દિલજીત ટાઇટ્સની 1936 નૈસ એમ્બેસેડર સીરીઝ 1920 સેડાને પ્રાપ્ત કરી. આ ત્રણેય કારો પોતાની રીતે શાનદાર છે.

બાઇકની શ્રૈણીમાં કોને મેદાન માર્યું?

બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ 1958 વેલકોટ વેનમ 500 સિંગલે જીત્યો, જેના માલિક પુણેના રૂબેન સોલોમેન છે. તેમણે જણાવ્યું હતું કે, આટલા બધા વર્ગો વચ્ચે આ પ્રકારની જોરદાર પ્રતિસ્પર્ધામાં બેસ્ટ કારનો ખિતાબ જીતવો આ પળો સાથે વળગી રહેવાની અને ઉજવણી કરવાની ક્ષણ છે. એડવર્ડિયન, પ્રી પોસ્ટ વોરની અમેરિકી અને પ્રી વોર યૂરોપીય કારો, એમજી, રોલ્સ-રોયસ, બેંટલે, પ્રિઝર્વેશન, જગુઆર અને ડેમલર જેવી વિભિન્ન નામોને સમ્માનિત જ્યૂરી પેનલ દ્વારા આંકવામાં આવી હતી, જેનું નેતૃત્વ ચીફ જજ શ્રી ક્રિસ્ટિયન ક્રેમરે કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version