એશિયા કપ માટે 6 ટીમો વચ્ચે આજથી ટક્કર શરૂ થશે . આજે શ્રીલંકા VS અફઘાનિસ્તાન વચ્ચેની મેચથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ જેનો આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે. રવિવારે ક્રિકેટના ચકાઓ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ જશે. 10 મહિના પછી બન્ને ટીમ વચ્ચે ક્રિકેટની મેચ રમાઈ રહી છે. આ પહેલા બન્ને ટીમ 2021ના T20 વર્લ્ડ કપમાં આમને-સામને ટકરાઈ હતી.
ચાલો જાણીએ લઈ કે બન્ને ટીમની સંભવિત પ્લેઈંગ -11 શું હોય શકે છે.
