Thursday, July 24, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateએશિયા કપ : ભારત ટાઇટલ જીતવા માટે હોટ ફેવરેટ

એશિયા કપ : ભારત ટાઇટલ જીતવા માટે હોટ ફેવરેટ

16 દિવસમાં કુલ 13 મુકાબલા ખેલાશે : 11 સપ્ટેમ્બરે ફાઈનલ તમામ મેચ સાંજે 7.30

યુએઈમાં એશિયા કપની ૧૫ મી આવૃત્તિનો પ્રારંભ થઇ ચુક્યો છે, તેની સાથે એશિયન ક્રિકેટમાં પોતાની બાદશાહત સાબિત કરવા માટે છ દેશની ટીમ વચ્ચે ટી 20 નો જંગ જામશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ટાઈટલ જીતવા માટે ફેવરિટ મનાય છે. જ્યારે શ્રીલંકા , પાકિસ્તાન , ગત એશિયા કપનું ફાઈનલીસ્ટ બાંગ્લાદેશ તેમજ અફ્ઘાનિસ્તાનને ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં વિજેતા બનેલા હોંગકોંગને પણ ટુર્નામેન્ટમાં એકાદ મેચ જીતવાની આશા છે. કુલ 16 દિવસ ચાલનારી એશિયા કપ ટી-20 માં 13 મુકાબલાના અંતે એક વિજેતા મળશે. ફાઈનલ મેચ તારીખ 11 મી સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. એશિયા કપમાં તમામ મેચીસ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થવાની છે , એશિયા કપમાં ભાગ લઈ રહેલા છ માંથી પાંચ ટીમ ઓક્ટોબર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે. જેની પૂર્વ તૈયારી માટે તેઓને આ ટુર્નામેન્ટ થકી તક મળશે . એશિયા કપના દાવેદારો પર એક નજર…

ભારત : સાત વાર ચેમ્પિયન

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમે એશિયા કપમાં કુલ મળીને ૧૩ વાર ભાગ લીધો છે અને સાત વખત ટાઈટલ જીત્યું છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ આ વખતે પણ ટાઈટલ જીતવા માટે ફેવરિટ મનાય છે. મજબુત બેટીંગ અને અસરકારક બોલિંગને સહારે ભારત ટુનામેન્ટમાં સૌથી પ્રભાવશાળી ટીમ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ જબરજસ્ત ફોર્મમાં છે.

રોહિત શર્મા ( કેપ્ટન )

પાકિસ્તાન : બે વખત ટાઈટલ જીત્યું

પાકિસ્તાને એશિયા કપમાં ૧૩ વખત ભાગ લીધો છે અને માત્ર બે જ વખત વિજેતા બની છે . પાકિસ્તાન પણ 2016 માં ટી-20 ના ફોર્મેટમાં રમાયેલા એશિયા કપમાં ગ્રૂપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું હતું. બાબરની કેપ્ટન્સી હેઠળની ટીમને શાહિન આફ્રિદીની ખોટ સાલશે. વસીમ પણ ઈજાગ્રસ્ત બનતાં ટીમની ચિંતા વધી છે.

બાબર ( કેપ્ટન )

શ્રીલંકા : પાંચ વખત વિજેતા

શ્રીલંકાની ટીમ એશિયા કપ પાંચ વખત જીતી ચૂકી છે . જોકે તેઓ ૨૦૧૬ માં રમાયેલા ટી -૨૦ એશિયા કપમાં ગ્રૂપ સ્ટેજમાં જ બહાર ફેંકાયા હતા . શનાકાની કેપ્ટન્સી હેઠળની શ્રીલંકાની ટીમમાં ચાંદીમલના પુનરાગમનથી બેટિંગ વધુ મજબુત બની છે . ફાસ્ટર ચમીરાની ગેરહાજરી ટીમની મુશ્કેલી વધારશે. જોકે હસારંગાની સાથે ધનંજયા – વાનેરસે કમાલ કરી શકે છે.

શનાકા ( કેપ્ટન )

બાંગ્લાદેશ : ત્રણવાર રનર્સ અપ

બાંગ્લાદેશને હજુ પહેલા એશિયા કપ ટાઈટલની તલાશ છે . તેઓ ત્રણવાર રનર્સઅપ રહી ચૂક્યા છે. 2016માં ટી-20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપમા બાંગ્લાદેશ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ . શાકિબની કેપ્ટન્સી હેઠળની બાંગ્લાદેશની ટીમ મીડલ ઓર્ડર બેટ્સમેન શબ્બીર રહમાન અને ઓલરાઉન્ડર સૈફુદિનના આગમનથી ઉત્સાહિત છે . જોકે વિકેટકિપર બેટ્ટર નુલ હસન અને બોલર હસન મહમુદની ગેરહાજરી તેમને પરેશાન કરશે.

શાકિબ ( કેપ્ટન )

અફઘાનિસ્તાન : પહેલીવાર ફાઈનલમાં પ્રવેશની આશા

અફઘાનિસ્તાન એશિયા કપ ટી-20 માં સૌપ્રથમવાર ભાગ લઈ રહ્યું છે . 2016 માં ટી-20 ના ફોર્મેટમાં એશિયા કપ રમાયો , તેમાં પાંચ જ ટીમો હતી. તેઓ એશિયા કપમાં સુપર-ફોરથી આગળ વધી શક્યા નથી. મોહમ્મદ નાબીની કેપ્ટન્સી  હેઠળની અફઘાનિસ્તાનની ટીમમાં રાશિદ અને મુજીબ જેવા ટી-20 ના ક્લાસિક સ્પિનર્સ છે. જોકે તેમને બેટિંગમાં સુધારાની જરૂર છે, તો જ તેઓ એશિયા કપમાં સફળતા મેળવી શકે તેમ છે.

મોહમ્મદ નાબી ( કેપ્ટન )

હોંગ કોંગ : ત્રીજીવાર એશિયા કપ રમશે

હોંગ કોંગ ત્રીજીવાર એશિયા કપમાં ક્વોલિફાય થયું હતુ . તેઓ અગાઉ 2004, 2008 અને 2018 માં એશિયા કપમાં રમ્યા હતા. આ પહેલીવાર તેઓ ટી-20 ના ફોર્મેટમાં એશિયા કપ રમશે. નિઝાકત ખાનની કેપ્ટન્સી હેઠળની હોંગ કોંગની ટીમમા મોટાભાગે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મૂળના ખેલાડીઓ છે . મૂળ ગુજરાતી કિંચિત શાહ અને આયુષ શુક્લાનો પણ ટીમમાં સમાવેશ થાય છે

નિઝાક્ત ( કેપ્ટન )
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!