Published By: Parul Patel
- કર્મકાંડી બ્રાહ્મણોની ક્રિકેટ ટુર્નામેન્ટ અને સંસ્કૃત કોમેન્ટરી…
ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ શહેરમાં માર્ચની તારીખ ત્રીજી અને ચોથી એ કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું હતું. રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક રુદ્રશક્તિ ગ્રાઉન્ડ ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું , જેમાં કુલ 8 ટીમે ભાગ લીધો. ટૂર્નામેન્ટનું નામ પણ સંસ્કૃત – વેદનારાયણ કપ અપાયું . સંસ્કૃતમાં કોમેન્ટરી મજા સાથે ચોગ્ગા, છગ્ગા પર વૈદિક મંત્રોમાં બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવ્યા.

સંસ્કૃત ક્રિકેટ કોમેન્ટ્રી અને વૈદિક મંત્રોચ્ચાર
કર્મકાંડી બ્રાહ્મણો માટેનું આ પ્રકારનું આયોજન પ્રથમ વખત હતું. શહેરના મુખ્ય આઠ કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવી આયોજન કરાયું,અને આખા શહેરના કર્મકાંડીઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો. નક્કી કર્યા મુજબ દરેક ખેલાડી એ ઝભ્ભો અને ધોતિયું પહેર્યા અને સંસ્કુતમાં કોમેન્ટ્રી થઇ. ચોગ્ગા અને છગ્ગાને તો વળી વૈદિક મંત્રોથી વધાવી લીધા, આખું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું.

બે દિવસ માટે ટૂર્નામેન્ટનું આયોજન
કદાચ આપણે કર્મકાંડી બ્રાહ્મણોને ધાર્મિક પ્રસંગોમાં મંત્રોચ્ચાર કરતા જ જોઈએ છે એટલે આ નિહાળવું અત્ત્યંત આહલાદક હતું. ધોતી-ઝભ્ભામાં ખેલાડીઓ બે દિવસ રમ્યા. પહેલા દિવસે એટલે કે 3 માર્ચના 8 ટીમ વચ્ચે ચાર મેચ મળીને દરેક ટીમ એક-એક મેચ રમી. જે જીતી એ ટીમે બીજા દિવસે એટલે કે 4 માર્ચના સેમી-ફાઇનલ અને ફાઇનલ રમ્યા હતા. આ બધું જ મંત્રોચ્ચાર સાથે થયું.

સંસ્કૃત કોમેન્ટર ઉદ્ઘોષક આકાશ પંડ્યા
આ ટૂર્નામેન્ટમાં આકાશ પંડ્યા પ્રથમવાર સંસ્કૃતમાં કોમેન્ટરી કરીને પોતાને ભાગ્યવાન સમજે છે. તેવો કોમેન્ટરી કરવાના અવસર પામીને ને ખુબજ ખુશ હતા. દરેક સ્થિતિનું આકાશભાઈએ ઘણી સારી રીતે સંસ્કૃત ઉચ્ચારણ કરીને એક નવા જ અનુભવનો અહેસાસ કર્યો અને દર્શકોને કરાવ્યો. આ બધું ખુબજ ધાર્મિક અને આહલાદક હતું.
કર્મકાંડી શાસ્ત્રીઓના નામ પરથી ટીમના નામ
આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધેલ 8 ટીમનાં નામ પણ કર્મકાંડી શાસ્ત્રીઓના નામ પરથી રાખવામાં આવ્યાં હતા. આ 8 ટીમના નામ:
• શાસ્ત્રી વિજય જોષી -ભારદ્રાજ ઇલેવન
• શાસ્ત્રી હરીશ ભોગાયતા – વિશ્વામિત્ર ઇલેવન
• શાસ્ત્રી હિરેન જોષી – અત્રિ ઇલેવન
• શાસ્ત્રી ગોપાલ જાની – શાંડિલ્ય ઇલેવન
• શાસ્ત્રી હિરેન ત્રિવેદી – વશિષ્ઠ ઇલેવન
• શાસ્ત્રી અસિત જાની – જમદગ્નિ ઇલેવન
• શાસ્ત્રી જસ્મિન જોષી – કશ્યપ ઇલેવન
• શાસ્ત્રી જયેશ પંડ્યા – ગૌતમ ઇલેવન