Published By:-Bhavika Sasiya
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે વરસાદી વાતાવરણમાં બે એસટી બસો ડિવાઈડર પર આવેલ વીજ થાંભલા ભટકાતા મુસાફરોઓ બુમરાણ મચાવી હતી.
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રીજ ઉપર એ.સટી. બસના વધી રહેલ અકસ્માતને પગલે તંત્ર દ્વારા ફોર વ્હીલ અને એસટી બસ માટે 40 કિલોમીટરની સ્પીડ લીમીટ નક્કી કરી છે. અને અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તેવા પ્રયાસો કર્યા છે છતાં અકસ્માતની ઘટના અટકાવનું નામ નથી લેતી આજરોજ વરસી રહેલ વરસાદી વાતાવરણમાં અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થતી બે એસટી બસના ચાલકોએ રસ્તો ચીકળો બનતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા બંને બસો માર્ગની વચ્ચેના ડિવાઈડર પર આવેલ વીજ થાંભલા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એસટી બસોમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી હતી જો કે અકસ્માતની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આ અકસ્માતમાં બંને વીજ પોલ તૂટી પડતા નુકશાન થવા પામ્યું હતું.