અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત ૧૩મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો
તારીખ-૫મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના ડી. એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ૧૩મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોમાં દોઢ લાખ સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોમાં વિવિધ ઉદ્યોગો અને મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી આ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો આજરોજ એકસ્પો ચેરમેન પ્રવિણ તેરૈયાની ઉપસ્થિતમાં પુર્ણાહુતી કરવામાં આવી હતી આ એકસ્પોમાં ભાગ લેનાર વિવિધ સ્ટોલ ધારકોને બેસ્ટ ડિસ્પ્લે બદલ કેટેગરી મુજબ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને તમામ ઉદ્યોગો,વહીવટી તંત્ર અને ધારાસભ્યો,સાંસદ સભ્ય સહીત મુલાકાતીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનો પુર્ણાહુતી કાર્યક્રમ મહામંત્રી ડો. વલ્લભ ચાંગાણી અને સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.