મહારાષ્ટ્રના અલીબાગ વિસ્તારમાં એ.સી. બેસાડવા જતા બ્લાસ્ટ થતા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જયારે ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. મરણ જનાર તેમજ ઇજાગ્રસ્તો શ્રમજીવીઓ હોવાનુ જાણવા મળી રહ્યું છે જે તમામ શ્રમજીવીઓ અલીબાગમાં રાષ્ટ્રીય કેમિકલ ઍન્ડ ફરટીલાઈઝર કપનીમાં એસીના સમારકામ બાદ ફિટ કરી રહ્યાં હતા. તેવામાં કોમ્પ્રેસરમાં ધડાકો થયો હતો . જૉકે એસીનાં કોમ્પ્રેસરમાં ધડાકો કેમ થયો તેની તપાસ કરવા સમિતિની રચના કરવામાં આવી છે આ ધટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત નીપજ્યા હતા જયારે ત્રણ શ્રમજીવીઓને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ઍક શ્રમજીવી ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે.