Published By : Anu shukla
Air India ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, સ્વીડન ખાતે કરવામાં આવ્યું હતું ઓઇલ લીકેજ થતું હોવાનાં ની બાબત ધ્યાને આવતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ફલાઈટમા 300 મુસાફરો હતા. જેમનો જીવ બચી જતા હાશકારા ની લાગણી અનુભવી હતી. ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટની મોટી દૂર્ઘટના ટળી હતી. અત્રે નોંધવું રહ્યું કે ન્યુયોર્ક થી દિલ્હી આવતી ફલાઇટે તેના નિર્ધારિત સમયે ઉડાન ભરી હતી . પરંતું થોડા ઉડ્ડયન બાદ વિમાનમા ટેકનિકલ ખામી સર્જાઈ હોય તેમ જણાયું હતું. જે અંગે તપાસ કરતા ઓઇલ લીકેજ થતું હોવાનુ જણાયું હતું. ત્યાર બાદ સ્વીડન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો..