ઓનલાઇન ઠગાઇ કરવામાં માહેર નાઇજિરિયન ગેંગમાં જુદાજુદા દેશોની અનેક ૧૦૦થી વધુ મહિલાઓ ફસાઇ હોવાની વિગતો બહાર આવી છે. નાઇજિરિયન ગેંગ દ્વારા યુકે, યુએસ, ભારત, ચીન, ફિલિપાઇન્સ જેવા દેશોની અનેક મહિલાઓ સાથેની ચેટ પોલીસને મળી આવી છે. આ મહિલાઓ સાથે વાત કરતી વખતે ઠગ ટોળકી શીપમાં નોકરી કરતી હોવાની વાતો કરી ફેક ફોટા અને વીડિયો મોકલતી હતી. આ ઉપરાંત પોતાની પત્ની ગુજરી ગઇ છે અને સંતાનો એકલા છે તેવા પણ વીડિયો મોકલતા હતા.
વડોદરાની શિક્ષિત મહિલાને આવી જ રીતે ફસાવનાર ઠગોએ એલેક્સના નામે વાતો કરી હતી. તેઓ રૂ.૮૫ લાખનું પાર્સલ છોડાવવા માટે મહિલાને કરગર્યા હતા અને જિંદગીની મૂડી બચાવી લેવાનું કહી રડવાનો પણ ઢોંગ કર્યો હતો.
મોબાઇલ સંતાડવા માટે ટોઇલેટની ઉપર ભોંયરૂ બનાવ્યું હતું, ૨૫ મોબાઇલ મળ્યા વડોદરા પોલીસ ત્રાટકતાં ઠગ ટોળકીએ પુરાવાનો નાશ કરવા માટે નૌટંકી કરી હતી. પરંતુ તેમની નાટકબાજી થોડી જ વારમાં ખુલ્લી પડી ગઇ હતી. વડોદરાની મહિલાને ઠગનાર નાઇજિરિયન ગેંગને પકડવા માટે સાયબર સેલના પીઆઇ બીએન પટેલ અને ટીમ ઠગોના દિલ્હીમાં દેખાતા લોકેશનવાળા ફ્લેટમાં પહોંચી ગઇ હતી. પોલીસ ફ્લેટમાં ઘૂસતાં જ એક ઠગ ટોઇલેટમાં દોડી ગયો હતો અને ફ્લશકોક શરૂ કરી દીધો હતો. તેણે કહ્યું હતું કે, મેં તમામ મોબાઇલ અને સિમ અંદર નાંખી દીધા છે. પોલીસે એક સફાઇ કામદાર પાસે ટોઇલેટ પણ સાફ કરાવ્યું હતું. પરંતુ કાંઇ હાથ લાગ્યું નહતું. જેથી પોલીસે ટોઇલેટમાં તપાસ કરતાં ઉપર એક ભોંયરૃ નજરે પડયું હતું. આ ભોંયરાના ઉંડાણમાંથી મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે ૨૫ મોબાઇલ, ૪ સિમકાર્ડ અને ૪ ડેબિટ કાર્ડ કબ્જે કર્યા હતા.જુદાજુદા નામે ફેક 77 પ્રોફાઇલ મળી પોલીસે ઠગ ટોળકીની સોશિયલ મીડિયા પરની સાઇટ તેમજ મોબાઇલ સર્ચ કરતાં જુદાજુદા નામે બનાવેલી 77 પ્રોફાઇલ મળી આવી હતી. જેથી પોલીસે તેની ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ટીમ બનાવી છે.બંને ઠગ ધોરણ-12 સુધી જ ભણ્યા છે પકડાયેલા બંને નાઇજિરિયન ઠગની પોલીસે પૂછપરછ કરતાં તેઓ ધોરણ-12 સુધી અભ્યાસ કર્યો હોવાની વિગતો બહાર આવી છે. બંને ઠગ લાંબા સમયથી દિલ્હીના એક ફ્લેટમાં ભાડેથી રહેતા હોવાની અને ઠગાઇનો જ ધંધો કરતા હોવાની વિગતો બહાર આવી છે.