ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદ વરસતા ખુબ નુકસાન થયું છે ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં ભારે વરસાદના પગલે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયાનું બીજું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે જ્યાં સતત અને ભારે વરસાદના પગલે ભયંકર પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે જેના કારણે મેલબર્નના કેટલાક વિસ્તારોને ખાલી કરી દેવાના હુકમ પણ કરવામાં આવ્યા હતા. તે સાથે અતિ ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા ખુબ નુકસાન થયુ હતુ. અત્યાર સુધી ભારે વરસાદ અને પૂરના કારણે ૨૦ લોકોના મોત નીપજ્યા હોવાનુ ઑસ્ટ્રેલિયા સરકારે સત્તાવાર જણાવ્યુ હતુ. જોકે આ મોતનો આંકડો વધે તેવી સંભાવના જણાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદના પગલે ચારે તરફ તબાહીના દ્રશ્યો..
RELATED ARTICLES