Published by : Rana Kajal
ભારતીય ક્રિકેટ ટીમ માટે આ દિવસોમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે, જ્યાં તેણે બોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 ટેસ્ટ અને 3 વનડે સીરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.
બીસીસીઆઈએ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બોર્ડે રોહિત શર્માને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. જસપ્રીત બુમરાહ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચથી ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે અને શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ મેચ રમી શકે છે.